મહેસાણા LCBએ રેડ દરમિયાન કટોસણ ગામના એક રહેણાંક મકાનમાંથી ₹2.85 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

June 29, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા LCBએ રેડ દરમિયાન કટોસણ ગામના એક રહેણાંક મકાનમાંથી ₹2.85 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો પોલીસે વિદેશી દારૂની 1056 બોટલો ભરેલી કુલ 28 પેટીઓ જપ્ત કરી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ સ્થળ પરથી એક આરોપીની અટકાયત કરવામાં આવી અને પોલીસ આ નેટવર્ક પાછળ સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ માટે આગળની કાયદેસરની તપાસ તેજ કરી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારના કટોસણ ગામમાં મોટી સફળતા મેળવી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે LCB ની અલગ-અલગ ટીમો કાર્યરત.

Mehsana LCB team nabs 6 gambling men, seizes total worth of 1 lakh 18  thousand 880

આ દરમિયાન પી.આઈ. કામળીયાને ખાનગી રાહે સચોટ બાતમી મળી કટોસણ ગામના ઢુકડો દરબાર વાસમાં રહેતો મહાવીરસિંહ છનુભા ઝાલા પોતાના મકાનમાં ગેરકાયદેસર અને વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને રાખે આ બાતમીના આધારે એલ.સી.બી. ટીમના PSI બી.એ. પરમાર અને તેમની ટીમના એ.હેડ કોન્સ્ટેબલ પ્રદીપકુમાર જયંતિભાઈ, સંજયકુમાર ડાહયાભાઈ, આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ મેહુલકુમાર રણછોડજી તથા કલ્પેશકુમાર રામજીભાઇ સહિતના સ્ટાફે પંચોને સાથે રાખીને બાતમી વાળા સ્થળે દરોડો પાડ્યો.

Mehsana LCB Nabs One, Seizes 28 Cases Foreign Liquor | Katosan Village Raid

પોલીસે રહેણાંક મકાનમાં તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 28 પેટીઓ મળી આવી જેમાં કુલ 1056 નંગ બોટલો ભરેલી હતી. પોલીસે કુલ રૂ. 2,85,396- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને રૂ. 5000- ની કિંમતનો 1 નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2,90,396નો મુદ્દામાલ જપ્ત કર્યો આ રેઇડ દરમિયાન મકાન માલિક ઝાલા મહાવીરસિંહ ઉર્ફ અનુભા છનુભા કેશરીસિંહને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યો પકડાયેલા આરોપી વિરૂદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ 65(એ)(ઇ) તથા 116બી મુજબ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0