ધાનેરા તાલુકા પંચાયતમાં કરાર આધારિત કર્મચારી દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે સમગ્ર વહીવટ ?

શેર કરવા અહીં ક્લિક કરો.

— ટકાવારીથી લઇ તાલુકા પંચાયતની સમગ્ર કામગીરી કરાર આધારિત કર્મચારીના શિરે :

ગરવી તાકાત પાલનપુર :  બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા પંચાયતમાં ૧૧ માસના કરાર આધારિત કર્મચારી દ્વારા સમગ્ર વહીવટ ચલાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચા વચ્ચે તમામ અધિકારીઓ આ કરાર આધારિત કર્મચારીના ઈશારે નાચતા હોવાનું કહેવાય છે ત્યારે આ કરાર આધારિત કર્મચારી એવું તે અધિકારીઓને શું આપી રહ્યો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
ધાનેરા તાલુકા પંચાયતમાં અવારનવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે ધાનેરા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ૧૧ માસ કરાર આધારિત કર્મચારીની જાણે નીકળી પડી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ કર્મચારી તાલુકા વિકાસ અધિકારીને પણ ગાંઠે તેમ નથી. કારણ કે તાલુકા વિકાસ અધિકારીએ તેને માથે ચડાવી રાખ્યો છે. આ કરાર આધારિત કર્મચારી દ્વારા સમગ્ર ધાનેરા તાલુકા પંચાયતનો વહીવટ કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આ કર્મચારી મોટાભાગે કડદા ખૂટતો નજરે પડતો હોય છે. આ કરાર આધારિત કર્મચારી કોણ છે અને તેણે અત્યાર સુધીમાં કેટલાક અડધા ફૂટેલા છે કે સમગ્ર મામલે હવે ટૂંક સમયમાં અહેવાલ પ્રસિધ્ધ કરી તેનો પર્દાફાશ કરવામાં આવશે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.