પાટણના ડીઇઓ કચેરીએ ફિક્સ પગારના કર્મચારીઓની નોકરી સળંગ ગણવાનો કર્યો હુકમ

October 18, 2022

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં આવેલી તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં ફિક્સ પગારની નોકરીથી લાગેલા જેટલા પણ કર્મચારીઓ છે. તે તમામને પાંચ વર્ષની નોકરી સળંગ ગણવાના હુકમોની કામગીરી પાટણ જિલ્લા શિક્ષણાધિકારી ભરત પી.પટેલ તેમજ તેમની ટીમે સાથે મળીને રાત્રે મોડા સુધી અને રજાના દિવસે પણ ઓફિસની કામગીરી ચાલુ રાખીને 100% પૂર્ણ કરવામાં આવી છે. આવી કામગીરી રાજ્યમાં સૌપ્રથમ પાટણ જિલ્લામાં થઇ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લા શિક્ષણાધિકારી બી.પી.પટેલ તેમજ કચેરીના ઓ.એસ. ડો.એસ.એસ.પટેલ અને તેમના વહીવટી સ્ટાફની ટીમ દ્વારા કર્મચારીઓની હિતમાં ઉઠાવાયેલી જહેમત તથા ઓફિસ ટાઇમ સિવાય ઓવર ટાઈમ કરેલી કામગીરીને બિરદાવવા લાયક છે.

બહોળા અનુભવી એવા ડો.એસ.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો વહીવટી સ્ટાફ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યો છે. ફિક્સ પગારના કર્મચારીઓની સળંગ નોકરીના આદેશ જે તે શાળા કક્ષાએ દરખાસ્ત મંગાવાઇ હતી. જેના બીજા જ દિવસે શાળાઓને ફોન કરીને બોલાવી તેની બજવણી કરવામાં આવી છે. જે બદલ સમગ્ર જિલ્લાના કર્મચારીઓ ગૌરવ અનુભવે છે.

પાટણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સમગ્ર રાજ્યની અંદર એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે બદલ પાટણ જિલ્લા શૈક્ષણિક સંઘના પ્રમુખ-અમરત દેસાઈ, મહામંત્રી કેયુર જાની, પાટણ જિલ્લા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ મુકેશ પટેલ અને મહામંત્રી-અતુલ પટેલે સમગ્ર કચેરીની કર્મચારી હિતની કામગીરીને બિરદાવી ડીઈઓ કચેરી સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0