અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કડીના વૃદ્ધનો મૃતદેહ વતન પહોંચ્યો…

June 21, 2025

ગરવી તાકાત મહેસાણા : અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું આ દુર્ઘટનામાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં કડીના દેત્રોજ રોડ સ્થિત ત્રિભુવન સોસાયટીના રહેવાસી રતિલાલ અંબાલાલ પટેલ પણ સામેલ હતા. રતિલાલ પટેલ તેમના પુત્ર તેજશને મળવા UK જઈ રહ્યા.

તેજશ છેલ્લા ઘણા વર્ષોથી UK માં સ્થાયી છે રતિલાલના બીજા પુત્ર છેલ્લા ત્રણ વર્ષથી US માં રહે થોડા વર્ષો પહેલા તેમના પત્નીનું બીમારીના કારણે અવસાન થયું હતું. દુર્ઘટનાના દિવસે તેમના પુત્ર વાસુદેવ પટેલ તેમને એરપોર્ટ મૂકવા જઈ રહ્યા હતા.

અને કરણનગર પહોંચતા વિમાન ક્રેશની જાણ થઈ અને વાસુદેવ તરત જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા તેમના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. 10 દિવસ બાદ વાસુદેવ અને મૃતક રતિલાલના DNA મેચ થતાં તંત્રએ મૃતદેહ પરિવારને સોંપ્યો મૃતદેહ જ્યારે પહોંચ્યો ત્યારે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0