ગરવી તાકાત બનાસકાંઠા : અમીરગઢ નજીક બનાસનદીમાં ડૂબી ગયેલા જૂનિરોહ ગામના સગીરનો મૃતદેહ 30 કલાકથી વધુની શોધખોળ બાદ મળી આવ્યો સ્થાનિક તરવૈયાઓ અને SDRFની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સગીરના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો. મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે જૂનિરોહ ગામના ત્રણ મિત્રો નવરાત્રિ જોઈને નદી કિનારે બેઠા તે દરમિયાન 17 વર્ષનો એક સગીરનો અચાનક પગ લપસી જતાં નદીના પાણીમાં પડી ગયો.
![]()
સગીર જ્યાં પડ્યો ત્યાં ચેક ડેમ હોવાને કારણે પાણી ઊંડું હતું, જેના પરિણામે તે ડૂબી ગયો. મિત્રને ડૂબતો જોઈને અન્ય બે મિત્રોએ તાત્કાલિક ગામમાં જાણ કરી ગામલોકોએ રાત્રિના સમયે શોધખોળ શરૂ કરી પરંતુ સગીરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે, તંત્રને જાણ કરવામાં આવતા અમીરગઢ મામલતદાર ઘટનાસ્થળે દોડી આવ્યા ત્યારબાદ SDRFની ટીમને બોલાવવામાં આવી અને નદીના પાણીમાં મોટા પાયે શોધખોળ હાથ ધરવામાં આવી.

30 કલાકથી વધુના સતત પ્રયાસો બાદ, SDRF અને સ્થાનિક તરવૈયાઓને આખરે સફળતા મળી અને સગીરનો મૃતદેહ પાણીમાંથી શોધી કાઢવામાં આવ્યો. ઉલ્લેખનીય કે, ઉપરવાસમાં થયેલા સારા વરસાદને કારણે બનાસનદી હાલ વહેતી થઈ અને તેમાં સારા પ્રમાણમાં પાણી વહી રહ્યું થોડા દિવસો પહેલા પણ એક યુવક પાણીમાં ફસાઈ ગયો જેને તંત્ર દ્વારા બીજા દિવસે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો.
![]()


