સાંથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સ વર્ષોથી ધૂળ ખાઈ રહી છે ?

February 25, 2022

— સાંથલ  આરોગ્ય કેન્દ્રના  મેડિકલ ઓફિસર સહિતના અધિકારીઓની બેદરકારીને કારણે આ એમ્બ્યુલન્સ ની દુર્દશા જોવા મળી રહી છે

— જોટાણા તાલુકાના સાંથલ ખાતે આવેલ આરોગ્ય વિભાગમાં લોકોની સુખાકારી માટે ફાળવવામાં આવેલ એમ્બુલન્સ આજે જાહેર માર્ગ ઉપર દોડવાની ની જગ્યાએ ધૂળ ખાઈ રહી છે.

ગરવી તાકાત મહેસાણા:  સાંથલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં એમ્બુલન્સ ચલાવવા માટે આજદિન સુધી ડ્રાઇવર નહિ મળતા એમ્બ્યુલન્સ જર્જરિત હાલતમાં જોવા મળતા સરકારી નાણાં નો સાંથલ પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ની દુર્લક્ષતા ના લીધે વ્યય જોવા મળી રહ્યો છે
સાંથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બુલન્સ વાહન માટે ઓક્ટોબર 2016 થી આઉટસોસિંગ સંસ્થાને ડ્રાઈવર ની જગ્યા ભરવા આદેશ ના થવાથી આજ દિન સુધી વાહન હંકારનાર ની જગ્યા ખાલી પડેલ છે તેના કારણે વાહન કાર્યરત કરાવવા આઉસોર્સિંગ સંસ્થાને વાહન હંકારવા ની જગ્યા ભરવા આદેશ કરવા પૂર્વ મેડિકલ ઓફિસરે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આના કારણે પડી રહેલ એમ્બ્યુલન્સ ધૂળ ખાતી જોવા મળી રહી છે.પૂર્વ મેડિકલ ઓફિસરે એમ્બ્યુલન્સ શરૂ કરાવવા રજૂઆત કર્યા બાદ નવા આવેલા મેડિકલ ઓફિસર જાણે પોતાની જવાબદારી ના હોય તેમ એમ્બ્યુલન્સ લોકો માટે જરૂરી છે તે વાત ભૂલી જતા પાંચ વર્ષ સુધી ફ્રી રજૂઆત જ ના કરવામાં આવી.

જોટાણા તાલુકાના સાંથલ ગામે ગ્રામજનોને બીમારી અવસ્થામાં તાત્કાલિક ધોરણે  સારવાર મળી રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી પણ તેનું યોગ્ય રીતે વપરાશ ના કરાતા બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. ગ્રામજનોને કોઈપણ કારણોસર બીમારીના કારણે એમ્બ્યુલન્સ ની જરૂર પડશે તો તો ગ્રામજનો કોના સહારે સારવાર મેળવી શકશે કે  પછી ગ્રામજનોને પ્રાઇવેટ સાધન કરીને હોસ્પિટલમાં સારવાર અર્થે જવું પડશે તે પણ એક ગ્રામજનોને માં પ્રશ્ન ઉદભવી રહ્યો છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સાંથલ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સહિતનાની ઉદાસીનતા ના લીધે ગ્રામજનોને ઉપયોગી નીવડતી એમ્બ્યુલન્સ બદતર હાલતમાં જોવા મળી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ધૂળ ખાઈ રહી હોવા છતાં તેના મેડિકલ ઓફિસર અને અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું નથી.

વર્ષોથી બંધ હાલતમાં પડેલ એમ્બ્યુલન્સને શરૂ કરાવવા 2017માં પી.એચ.પી. સી. દ્વારા વાત કરવામાં આવ્યા બાદ નવા મેડિકલ ઓફિસર એમ્બુલન્સ વિશે ભૂલી ગયા અને લોકો તેના કારણે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે.

જોટાણા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં સંજીવની સાબિત થતી એમ્બ્યુલન્સ આજે કોના ભરોસે મુકવામાં આવી અને આ એમ્બ્યુલન્સ ની હાલત ધૂળ ખાઈ રહેલી હાલતમાં જોતા ગ્રામજનો આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0