વહેલી સવારે આવેલા ભૂકંપના 4.6 આંચકાથી બનાસકાંઠાની ધરા ધણધણી ઉઠતાં લોકોમાં ફફડી ઉઠ્યાં 

August 6, 2023

ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા 

રાજસ્થાનના ઝાલોર નજીક ભૂકંપનું કેન્દ્રબિંદૂ હોવાનું પણ જાણવા મળ્યું

ગરવી તાકાત, બનાસકાંઠા તા. 06- એક તરફ ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે. ત્યાં બીજી તરફ ભૂકંપના આંચકાથી પણ લોકોમાં ફફડાટ ઉભો થયો છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ અનુભાવાયા છે ભૂકંપના આંચકા. વહેલી સવારે ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. આજે વહેલી સવારે બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે, અવારનવાર ગુજરાતના બે જિલ્લામાં સૌથી વધારે ભૂકંપની ઘટનાઓ બનતી હોય છે. આ બે જિલ્લાઓમાં સૌથી પ્રમુખ છે કચ્છ અને બનાસકાંઠા જિલ્લો.

આજે વહેલી સવારે રાજ્યના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલાં જિલ્લા બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 4:36 કલાકે ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ હતી. રાજસ્થાનના ઝાલોર નજીક ભૂકંપનું કેન્દ્રબિંદૂ હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, હાલ આ ભૂકંપના આંચકાને પગલે કોઈ જાનમાલની નુકસાનીના સમાચાર સામે આવ્યાં નથી. એ વાત રાહતની છેકે, આ આંચકાની તીવ્રતાને લીધી કોઈ મોટી હોનારત સર્જાઈ નથી.

આજે વહેલી સવારે 4:36 કલાકે બનાસકાંઠાની ધરતી ધણધણી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદૂ રાજસ્થાનના ઝાલોર નજીક નોંધાયું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0