ગરવી તાકાત થરાદ : થરાદ શહેર ના પ્લોટ વિસ્તારમાં રહેતા એક પરિવાર અરજદાર બેન ના સમાજ ના રીતરિવાજ મુજબ સાટા પદ્ધતિ દ્વારા લગ્ન કરેલા હતા જેમાં લગ્નને 15 વર્ષ જેવો સમય થયો હતો જેમાં અરજદાર ના પતિ વારંવાર વહેમ શંકાઓ કરતા હોવાથી પતિ તેમજ સાસરીયા પક્ષના ત્રાસથી અરજદાર બહેન પિયરમાં આવતા રહેલ હતા તેથી સાટા પદ્ધતિથી લગ્ન થયેલ હોવાથી અરજદારના ભાભી પણ રિસામણે જતા રહેલા હતા તેથી અરજદાર તેમજ તેમના પતિને વહેમ શંકાઓથી માથાકૂટ અવારનવાર થતી હતી ત્યારબાદ અરજદાર બહેને પોલીસ બેઇઝડ સપોર્ટે સેન્ટર થરાદ નો સંપર્ક કરી આ સમગ્ર માહિતી અંગેની અરજી આપેલ હતી
ત્યારબાદ અરજદારના ફરિયાદ આધારે તેમના પતિ તેમજ તેઓના બહેનને બોલાવી પોલીસ સ્ટેશન બેઇઝેડ સપોર્ટ સેન્ટર થરાદના કાઉન્સેલર રેખાબેન અને સાથીબહેન દ્વારા બને પક્ષો નું કાઉન્સિલિંગ કરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે બાદ અરજદારના પતિ તેમજ તેમના બહેન સહિત બંને કુટુંબ ને સમજાવતા આ સમગ્ર મામલે પતિ-પત્ની તેમજ અરજદારના ભાઈ ભાભી આમ બંને પક્ષે રાજી ખુશીથી બે પરિવારો ને વિખૂટો પડતો પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદ દ્વારા સુખદ સમાધાન કરાવી બચાવ્યો. થરાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સલેર રેખાબેન પરમારે જણાવ્યું હતું કે મહિલાઓ ને ખોટી હેરાનગતિ ,માનસિકત્રાસ જેવા કૌટુંબિક ઝગડા તેમજ જાગૃતિ અને યોજનાઓ ની માહિતી માટે થરાદ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર નો સંપર્ક કરવો.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ