થરાદ પોલીસે માંગરોળ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

November 20, 2025

ગરવી તાકાત  બનાસકાંઠા : થરાદ પોલીસે માંગરોળ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે કુલ ₹12,04,202/- નો મુદ્દામાલ જપ્ત કર્યો જેમાં દારૂ, એક પીકઅપ ડાલુ અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયો પોલીસ સ્ટાફ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી.

થરાદ પોલીસે બે અલગ-અલગ કાર્યવાહીમાં કુલ રૂ. 23.87 લાખથી વધુનો વિદેશી દારૂનો  જથ્થો ઝડપી પાડ્યો… – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.

આ બાતમીના આધારે, માંગરોળ ગામ નજીક ભારતમાલા સર્વિસ રોડ પરથી રજીસ્ટ્રેશન નંબર MH48DQ0370 ધરાવતા પીકઅપ ડાલાને રોકવામાં આવ્યું વાહનની પાછળના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1438 બોટલો મળી આવી જેની કિંમત ₹4,01,202/- આંકવામાં આવી દારૂના જથ્થા ઉપરાંત, પીકઅપ ડાલુ અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹12,04,202/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.

Tharad police seize foreign liquor near Mangrol | થરાદ પોલીસે માંગરોળ નજીક  વિદેશી દારૂ ઝડપ્યો: ભારતમાલા સર્વિસ રોડ પરથી ₹12 લાખનો મુદ્દામાલ જપ્ત, એક  ઝડપાયો - Tharad ...

આ કેસમાં દેવેન્દ્રકુમાર ઉર્ફે પિન્ટુ બાબુલાલ શંકરલાલ પ્રજાપતિ (ઉંમર 30, રહે. સાંચોર, તા. સાંચોર, જિ. જાલોર, રાજસ્થાન) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી જ્યારે નકુલ રાજપુરોહિત (રહે.વિછાવાડી,તા.સાંચોર, જિ. જાલોર, રાજસ્થાન) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0