થરાદ પોલીસે એક બોલેરો ગાડીમાંથી 2 કિલો 852 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો…

October 1, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : થરાદ પોલીસે એક બોલેરો ગાડીમાંથી 2 કિલો 852 ગ્રામ અફીણનો જથ્થો ઝડપી પાડ્યો આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી. પકડાયેલા આરોપીની ઓળખ થરાદના ભાપડી ગામના પ્રકાશભાઈ દેવસીભાઈ ઉર્ફે દેવાભાઈ રબારી તરીકે થઈ તેની બોલેરો ગાડીમાંથી આ ગેરકાયદેસર માદક પદાર્થ મળી આવ્યો ઝડપાયેલા અફીણની બજાર કિંમત 71,300 રૂપિયા આંકવામાં આવી.

Tharad police seize 2.852 kg opium from Bolero | થરાદ પોલીસે બોલેરોમાંથી  2.852 કિલો અફીણ ઝડપ્યું: એક આરોપીની ધરપકડ, રાજસ્થાનના સપ્લાયર સામે પણ ગુનો  નોંધાયો - Tharad ...

પોલીસે અફીણ ઉપરાંત 67 ખાલી પ્લાસ્ટિકની થેલીઓ, એક કાપડની થેલી, 5,000 રૂપિયાની કિંમતનો એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન અને 5,00,000 રૂપિયાની બોલેરો ગાડી પણ જપ્ત કરી કુલ મળીને 5,76,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.

પોલીસે જણાવ્યું કે, આ અફીણનો જથ્થો રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના સોતરુ પુરા ગામના કરશન ઉર્ફે નેનારામ ઠાકરારામ બિશ્નોઈ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો પોલીસે સપ્લાયર સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0