થરાદ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી….

April 29, 2026

ગરવી તાકાત થરાદ : સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં થરાદ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો દુકાને બિસ્કિટ લેવા ગયેલી 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી અને રૂ. 1.75 લાખનો દંડ પણ કર્યો આ દંડની રકમ ભોગ બનનાર બાળકીને વળતર પેટે ચૂકવવાનો આદેશ કરાયો સરકારી વકીલ આર. ડી. જોષીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે,

Tharad Court Sentences Killer in Bolero Attack Murder Case

જો આરોપી દંડની રકમ નહીં ભરે તો તેને વધુ સાત માસની સખત કેદ ભોગવવી પડશે આ ચુકાદો પોક્સો એક્ટ અને કલમ 376 હેઠળ આપવામાં આવ્યો કેસની વિગતવાર હકીકત મુજબ, વર્ષ 2023માં ભોગ બનનાર બાળકી તેના ભાઈને તાવ આવતો હોવાથી દુકાને બિસ્કિટ લેવા ઘરેથી નીકળી રસ્તામાં આરોપીનું ઘર આવતું જ્યાં આરોપી પોતાના ઝાંપા પાસે બેઠો તેણે બાળકીને બોલાવીને પૂછ્યું કે તે ક્યાં જાય.

સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા | Accused  sentenced to 20 years rigorous imprisonment in minor rape case - Gujarat  Samachar

બાળકીએ દુકાને જવાનું કહેતા આરોપીએ તેને પોતાના માટે પણ બિસ્કિટ લાવવા 20 રૂપિયા આપ્યા જ્યારે બાળકી બિસ્કિટ લઈને પરત ફરી, ત્યારે આરોપીએ બાળકીને ઘરમાં બોલાવી જે દરમિયાન બાળકી બિસ્કિટ આપવા ગઈ ત્યારે લલચાવી-ફોસલાવીને તેના પર દુષ્કર્મ આચર્યું આ ઘટના અંગે સૂઈગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પુરાવાઓને આધારે નામદાર કોર્ટમાં કેસ ચાલતા કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ઉપરોક્ત સજા ફરમાવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0