રાજ્યમાં હાલ બદલીનો દોર ચાલુ છે, સરકારી અધિકારીઓની બદલીઓ થઇ રહી છે,ત્યારે આજે રાજ્યમાં વેરા અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા છે. વર્ગ-૧ અને વર્ગ-૨ના રાજ્ય વેરા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સરકારે એક સાથે ૫૯ જેટલા રાજ્ય વેરા અધિકારીઓની બદલી કરી દીધી છે.
રાજ્યમાં કલાર્કની બદલીઓ કરાઇ છે. ૧૪ જેટલા કલાર્કની બદલીના આપ્યા આદેશ છે ઉલ્લેખનીય છે કે નવી સરકારે જ્યારથી સુકાન સંભાળ્યું છે ત્યારથી એકશન મોડમાં આવી ગઇ છે, અનેક વિભાગોમાં બદલીના આદેશ સરકાર આપી રહી છે.રાજ્યમાં વેરા અધિકારીઓની બદલી કરવામાં આવી
(ન્યુઝ એજન્સી)