ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં આગામી 26 ઓગસ્ટના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો હેતુ લોકોના પ્રશ્નો અને ફરિયાદોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો આ માટે દરેક તાલુકામાં વર્ગ-1 કક્ષાના અધિકારીઓ લાયઝન તરીકે હાજર રહેશે જ્યાં લોકો રૂબરૂ જઈને પોતાની ફરિયાદો રજૂ કરી શકશે. મહેસાણા નિવાસી અધિક કલેકટર જે.કે. જેગોડાએ જણાવ્યા મુજબ, લોકોની ફરિયાદોના નિરાકરણ માટે મુખ્યમંત્રીના અભિગમને અનુરૂપ તાલુકા કક્ષાએ “તાલુકા સ્વાગત કાર્યક્રમ” 26 ઓગસ્ટ, 2025ના રોજ યોજાશે. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના તાલુકાઓના લોકો પોતાના પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય તો.
![]()
સંબંધિત મામલતદારની કચેરીમાં કચેરી કામકાજના સમય દરમિયાન પોતાની ફરિયાદો રજૂ કરી શકશે. તાલુકા સ્વાગતમાં દરેક તાલુકા માટે જિલ્લા કક્ષાના વર્ગ-1 અધિકારીઓ લાયઝન અધિકારી તરીકે હાજર રહેશે. મહેસાણા તાલુકા માટે મહેસાણા પ્રાંત અધિકારી, વિસનગર તાલુકા માટે વિસનગર પ્રાંત અધિકારી અને વડનગર તાલુકા માટે મહેસાણા જિલ્લા પંચાયત નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) હાજર રહેશે. ખેરાલુ તાલુકા માટે ખેરાલુ પ્રાંત અધિકારી, સતલાસણા તાલુકા માટે ધરોઈ વિભાગ કાર્યપાલક ઇજનેર અને ઊંઝા તાલુકા માટે મહેસાણા જિલ્લા પુરવઠા અધિકારી લાયઝન તરીકે નિયુક્ત કરાયા છે.

વિજાપુર તાલુકા માટે મહેસાણા નાયબ કલેકટર (સ્ટેમ્પ ડ્યુટી), કડી તાલુકા માટે કડી પ્રાંત અધિકારી, બેચરાજી તાલુકા માટે મહેસાણા નાયબ વન સંરક્ષક અને જોટાણા તાલુકા માટે મહેસાણા નાયબ ખેતી નિયામક (વિ) લાયઝન અધિકારી તરીકે હાજર રહેશે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, કર્મચારીઓની નોકરી બાબતના પ્રશ્નો, કોર્ટ કેસો, ન્યાયીક કે અર્ધ ન્યાયીક બાબતો ચાલુ હોય તેવા પ્રશ્નો તેમજ અગાઉ રજૂ કરેલ પ્રશ્નો પુનઃ રજૂ કરી શકાશે નહીં. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અંગેનો પ્રશ્ન તેમ લખવાનું રહેશે.


