ચોરીના કેબલ વેચવા જતા બે શખ્સોને તાલુકા પોલીસે દબોચ્યો…

August 23, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ એકલવ્ય સ્કૂલની પાછળ સોનાટા વીલા સોસાયટીમાં ગેટની પાસેથી બે દિવસ અગાઉ GEBના થાભલા પરથી એલ્યુમિનિયમનો વાયર ચોરી અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ જે કેસમાં તપાસ દરમિયાન ચોરી કરનારા બે શખ્સોને તાલુકા પોલીસે ઝડપ્યા છે. મહેસાણા તાલુકા પોલીસ મથકના સ્ટાફના માણસો પેટ્રોલીંગ પર હતા એ દરમિયાન તેઓને બાતમી મળી કે, બે ઈસમો ત્રણ ટાયર વાળી સાયકલમાં ચોરીનો એલ્યુમિનિયમનો વાયર ભરીને ફતેપુરા સર્કલથી મહેસાણા શહેર બાજુ આવી રહ્યા.

Two men arrested for selling stolen cables in Mehsana | ચોરીના કેબલ વેચવા  જતા બે શખ્સ ઝડપાયા: એકલવ્ય સ્કૂલ પાસેથી 1 હજાર મીટર એલ્યુમિનિયમ વાયર ચોરાયો,  35 હજારનો ...

આ બાતમી મળતા તાલુકા પોલીસનો સ્ટાફ વોચ ગોઠવી. આ દરમિયાન બે ઈસમો પોતાની પાસે રહેલ પેન્ડલ વાળી ત્રણ ટાયરની સાયકલ લઈ આવી રહ્યા એ દરમિયાન પોલીસે તેઓને ઝડપી પૂછપરછ કરતા કોઈ યોગ્ય જવાબ ન આપ્યો બાદમાં પોલીસે કડકાઈથી પૂછતાં તેઓએ કબૂલાત કરી કે, આ એલ્યુમિનિયમનો વાયર તેમણે મહેસાણા ઊંઝા હાઇવે પર આવેલ એકલવ્ય સ્કૂલ પાછળ આવેલ.

Two men arrested for selling stolen cables in Mehsana | ચોરીના કેબલ વેચવા  જતા બે શખ્સ ઝડપાયા: એકલવ્ય સ્કૂલ પાસેથી 1 હજાર મીટર એલ્યુમિનિયમ વાયર ચોરાયો,  35 હજારનો ...

સોનાટા વીલા સોસાયટીના ગેટથી લાઈટના થાંભલાઓની લાઈટ બંધ તે થાંભલાના એલ્યુમિનિયમ વાયરોની ચોરી કરી. ત્યારબાદ આ વાયર ત્યાં આવેલ બાવળની ઝાડીઓમાં સંતાડી દીધા જોકે આ વાયર આજે તસ્કરો સાયકલમાં ભરીને ભંગાર વાળાને ત્યાં વેચવા જતા એ દરમિયાન પોલીસે દેવીપૂજક દિલીપ ઉર્ફ દિનેશ અને દેવીપૂજક અમરભાઈ ઉર્ફ ઉદય રહે. મહેસાણાવાળાને ઝડપી વાયર અને સાયકલ મળી કુલ 35 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ આદરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0