— 911 લાભાર્થીઓએ આરોગ્ય વિભાગ ની વિવિધ સેવાઓનો લાભ લીધો :
— PM-JAY નવા અને જૂના કુલ 380 લાભાર્થીઓ ને કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા :
કડી ખાતે આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે સોમવાર ના રોજ તાલુકા કક્ષાનો બ્લોક હેલ્થ મેળો યોજાઈ ગયો
ગરવી તાકાત મહેસાણા : આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની ચોથી વર્ષગાંઠ નિમિત્તે મંગળવાર ના રોજ કડી તાલુકાનો તાલુકા કક્ષાનો આરોગ્ય મેળો શહેરના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉનહોલ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુભાઈ પટેલ અને ટી.એચ.ઓ. ડૉ.કોકિલાબેન સોલંકીના માર્ગદર્શન નીચે યોજાઈ ગયો.
કડીના ચંપાબા ટાઉન હોલમાં યોજાયેલ આરોગ્ય હેલ્થ મેળામાં કરસનભાઈ
સોલંકી ધારાસભ્ય કડી, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ પટેલ,એપીએમસી રાજેન્દ્રભાઈ પટેલ,પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જગદીશભાઈ પટેલ,કડી શહેર ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ,મહામંત્રી જીગ્નેશ પટેલ,કોર્પોરેટર ઉષાબેન પટેલ, વિપુલ પટેલ,નિલેષ નાયક,જિલ્લા આરોગ્ય મુખ્ય અધિકારી ડો. વિષ્ણુભાઈ પટેલ,કડી THO ડો.કોકીલાબેન સોલંકી,આશાવર્કરો આંગણવાડી બહેનો,તાલુકા અને અર્બન હેલ્થ સેન્ટર કડીનો આરોગ્ય સ્ટાફ વિગેરે લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
સોલંકી ધારાસભ્ય કડી, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ પટેલ,એપીએમસી રાજેન્દ્રભાઈ પટેલ,પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જગદીશભાઈ પટેલ,કડી શહેર ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ,મહામંત્રી જીગ્નેશ પટેલ,કોર્પોરેટર ઉષાબેન પટેલ, વિપુલ પટેલ,નિલેષ નાયક,જિલ્લા આરોગ્ય મુખ્ય અધિકારી ડો. વિષ્ણુભાઈ પટેલ,કડી THO ડો.કોકીલાબેન સોલંકી,આશાવર્કરો આંગણવાડી બહેનો,તાલુકા અને અર્બન હેલ્થ સેન્ટર કડીનો આરોગ્ય સ્ટાફ વિગેરે લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.આરોગ્ય મેળામાં તાલુકા હેલ્થ કચેરીનો સર્વ સ્ટાફ હાજર રહી આયુષ્યમાન ભારત પ્રોગામ અંતર્ગત આરોગ્યલક્ષી વિવિધ સેવાઓ આપવામાં આવી હતી.હેલ્થ મેળામાં પી.એમ.જે.એ.વાય.કાર્ડ,આયુષ્યમાન ભારત ડિજીટલ હેલ્થ આઇ.ડી.,ઇ – સંજીવની ઓપીડી તથા એન.સી.ડી.રોગો(ડાયાબિટીસ,બી.પી. ) ની તપાસ અને સારવાર,આંખ,દાંત ની તપાસ,ટી.બી.નિદાન, ફિજીયોથેરાપી,આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવારની સેવાઓ આપવામાં આવી હતી.જેમાં અંદાજિત 911 લાભાર્થીઓએ સેવાઓનો લાભ લીધો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


