બનાસકાંઠાની સુગ્ના ખરાડીએ SGFI નેશનલમાં ગોલ્ડ જીત્યો, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા સન્માન…

February 4, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું પશ્ચિમ બંગાળના મેદિનીપુર ખાતે યોજાયેલી ૬૯મી SGFI અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સંચાલિત બનાસકાંઠાની DLSS વિમળા વિદ્યાલય-ગઢની ખેલાડી ખરાડી સુગ્ના દિતાભાઇએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો આ ઐતિહાસિક સિદ્ધિ બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ સુગ્ના ખરાડીનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું દીકરીઓની રમત પ્રત્યેની રુચિ અને પ્રોત્સાહનને વેગ આપવા માટે કલેક્ટર દ્વારા વિમળા વિદ્યાલય-ગઢને સ્પોર્ટ્સ સુવિધાઓના વધુ વિકાસ અર્થે રૂ.10 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી.

આ ઉપરાંત, ભાવનગર ખાતે યોજાયેલી અંડર-13 અસ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ વિમળા વિદ્યાલય-ગઢની દીકરીઓએ મેદાન માર્યું જેમાં ઠાકોર અપેક્ષા નરેશભાઇ અને દેવુ યસ્વી પરબતભાઇએ સુવર્ણ ચંદ્રક મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું કલેક્ટરએ આ બંને ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીએ કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો તેમણે જણાવ્યું કે, વહીવટી તંત્રના સહયોગ અને પ્રોત્સાહનથી ગ્રામીણ વિસ્તારની પ્રતિભાઓને વૈશ્વિક મંચ સુધી પહોંચવાની નવી ઊર્જા મળશે.

વિમળા વિદ્યાલય ગઢના પ્રવીણકુમાર જોશીએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ ખાતે આયોજિત અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ સ્પર્ધામાં તેમની શાળાની વિદ્યાર્થીની ખરાડી સુગ્નાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો તે ગર્વની ક્ષણ તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ અભિયાનને સાર્થક કરતા દીકરીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવ્યું તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના પ્રોત્સાહનથી આગામી ઓલિમ્પિક્સ માટે અત્યારથી જ પાયાની તૈયારીઓ થઈ રહી આ કાર્યક્રમમાં શાળાના કોચ, શિક્ષકો અને રમતગમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા અને વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0