અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને તાંત્રિકો પર હવે થશે કડક કાર્યવાહી, રાજ્ય સરકાર વિધાનસભામાં લાવશે કાયદો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગુજરાતમાં કાળા જાદુ અને તાંત્રિક વિધિઓ પર રાજ્યની ભૂપેન્દ્ર સરકાર કાયદાકીય રીતે લાગવશે લગામ

ગુજરાત સરકારે ગેરકાયદેસર તાંત્રિક ગતિવિધિઓ, કાળા જાદુ અને અધોરી અનુષ્ઠાનો પર અંકુશ લગાવવા માટે કાયદો લાવવાનો નિર્ણય કર્યો

ગરવી તાકાત, ગાંધીનગર તા. 08 – ગુજરાતમાં કાળા જાદુ અને તાંત્રિક વિધિઓ પર રાજ્યની ભૂપેન્દ્ર સરકાર કાયદાકીય રીતે લગામ લાગવશે. રાજ્ય સરકાર તેને રોકવા માટે કાયદો લાવશે. ગુજરાત સરકારે આ પગલું ગેરકાયદેસર તાંત્રિક ગતિવિધિઓ, કાળા જાદુ અને અધોરી અનુષ્ઠાનો પર અંકુશ લગાવવા માટે એક કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે ક્યારેક-ક્યારેક મહિલાઓ અને બાળકોની બલિ આપવાની ઘટનાઓ રોકવા માટે લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટમાં જણાવ્યું કે સરકાર આવી અમાનવીય ઘટનાઓ પર અંકુશ લગાવવા માટે અધિનિયમ માટે ડ્રાફ્ટ બિલ ગુજરાત વિધાનસભાના આગામી સત્રમાં લાવશે. આ નિર્ણય પાછલા મહિને અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા દાખલ એક જનહિત અરજી પર હાઈકોર્ટ દ્વારા સરકાર પાસે જવા મંગાયા બાદ લેવામાં આવ્યો છે.

Tantrik Vidya | तांत्रिक विद्या - कितनी बुरी कितनी भली

અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ મહારાષ્ટ્ર માનવ બલિ અને અન્ય અમાનવીય, દુષ્ટ અને ઉગ્ર પ્રથાઓ તથા કાળા જાદુ નિવારણ તથા ઉન્મૂલન અધિનિયમ, 2013ની સમાન અંધવિશ્વાસી પ્રસાઓ સમાપ્ત કરવામાં સક્રિય છે. એનજીઓના વકીલ હર્ષ રાવલે કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને અસમમાં પણ આ પ્રકારના કાયદાનો હવાલો આવ્યો. જનહિત અરજી બાદ રાજ્ય સરકારે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે 23 જુલાઈએ ગૃહ વિભાગના એડિશનલ મુખ્ય સચિવ, ડીજીપી (કાયદો અને વ્યવસ્થા) અને એડીજીપી (સીઆઈડી) ક્રાઇમની સાથે બેઠક કરી હતી. એક સપ્તાહ બાદ ગૃહ વિભાગે હાઈકોર્ટને જાણ કરી કે આગામી વિધાનસભા સત્રમાં એક ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવશે.

Gujarat Vidhan Sabha to soon go paperless

ગુજરાત સરકાર આ મહિને 21 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા સત્રમાં બિલ રજૂ કરી શકે છે. ગુજરાત હાઈકોર્ટે પાછલા મહિનાની 12 તારીખે પોતાના આદેશમાં કહ્યું હતું કે રાજ્ય સરકારને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારી અમાનવીય પ્રથાઓ રોકવા માટે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની જરૂર છે. અરજદારે એવા કિસ્સાઓ પ્રકાશિત કર્યા છે કે જેમાં ભગવાન, અઘોરી, ભુવા અને ઓઝાના રૂપમાં છેતરપિંડી કરનારાઓ બાળકો અને મહિલાઓના બલિદાન સાથે સંકળાયેલી તાંત્રિક વિધિઓ કરે છે. કમિટિ વતી કોર્ટમાં અનેક કેસ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સગીર બાળકીની હત્યાનો કેસ સામેલ હતો. તેણીને ડાકણ હોવાનું જાહેર કરીને ગુપ્ત વિધિ બાદ તેની હત્યા કરવામાં આવી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.