ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના વેરાઈ ચકલા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ, ગુજરાત રાજ્ય દ્વારા એક સંગઠિત જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો આ કાર્યવાહીમાં કુલ 12 આરોપીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા જ્યારે 3 મુખ્ય ભાગીદારો ફરાર થઈ ગયા સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ₹1,83,210 નો મુદ્દામાલ જપ્ત કરવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ, ગુજરાત રાજ્યના એએસઆઇ દિલીપકુમાર ગોવિંદભાઈ અનાર્મના નેતૃત્વ હેઠળની ટીમે પાટણ વેરાઈ ચકલા, વંદના ગોડાઉન ખાતે આવેલી પતરાની શેડવાળી ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યો.
![]()
આ દરોડામાં ઠાકોર બાસકુજી કાંનાજી, ઠાકોર વિક્રમજી મદારજી, ઠાકોર સરતાનજી જવાનજી, ઠાકોર વીપુલજી બળવંતજી, દવે ભાવીનકુમાર ભાનુપ્રસાદ, ઠાકોર વિક્રમ અનિલભાઈ, ઠાકોર જગાજી ફુલાજી, ઠાકોર જયંતીજી મદારજી, જોષી દિનેશકુમાર ભાણજીભાઈ, સૈયદ રૂસ્તમમિયાં ભાઇમિયાં, પઠાણ હબીબુલ્લા સમીઉલ્લા અને શેખ કાલુભાઈ પીરૂભાઈ સહિત 12 આરોપીઓ પત્તા-પાના અને કોઇન વડે હારજીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા ઝડપાયેલા આરોપીઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડ રકમ ₹31,210 જપ્ત કરવામાં આવી આ ઉપરાંત, સ્થળ પરથી ₹92,000 ની કિંમતના 11 મોબાઇલ ફોન, ₹60,000 ની કિંમતનું 1 એક્ટિવા વાહન,

અને જુગારના અન્ય સાધનો જેમ કે પત્તા-પાના, પ્લાસ્ટિકના કોઇન, છાપવાળા બોર્ડ, કપડાની સતરંજી અને મીણીયું મળી કુલ ₹1,83,210 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આ કેસમાં મુખ્ય ચાલવનાર ભાગીદારો ઠાકોર રવુજી મગુજી, પઠાણ સલીમખાન સોહરાબખાન અને જગ્યા ભાડે આપનાર ઠાકોર મંગાજી જગુજી રેડ દરમિયાન ભાગી ગયા પોલીસની વિગતો મુજબ, કેટલાક આરોપીઓ અગાઉ પણ જુગારધારાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને તેમની વિરુદ્ધ ગુના નોંધાયેલા પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.


