સિદ્ધપુર તાલુકાના મૂડવાડા ગામના રબારીપુરા વિસ્તારમાં આવેલા ત્રણ મંદિરોને તસ્કરોએ બનાવ્યું નિશાન…

November 1, 2025

ગરવી તાકાત પાટણ : સિદ્ધપુર તાલુકાના મૂડવાડા ગામના રબારીપુરા વિસ્તારમાં આવેલા ત્રણ મંદિરોને નિશાન બનાવી તસ્કરોએ આશરે રૂ. 1.68 લાખની મત્તાની ચોરી કરી લેબોજ માતા, ચેહર માતા અને ગોગા મહારાજના મંદિરોના તાળા તોડી સોના-ચાંદીના છત્ર, મુગટ, આભૂષણો, મૂર્તિઓ અને પારણા સહિતની કિંમતી વસ્તુઓ ચોરી લેવામાં આવી આ મંદિરોમાં ગામના વિષ્ણુભાઈ ગોવાભાઈ દેસાઈ સેવા-ચાકરી કરે તેમણે સાંજે આરતી ઉતાર્યા બાદ મંદિરોના દરવાજા લોક કરીને ઘરે ગયા બીજા દિવસે સવારે વિષ્ણુભાઈને મંદિરના તાળા તૂટ્યા હોવાની જાણ થતાં તેઓ.

Ballot found outside Kakoshi Primary School polling station | કાકોશી  પ્રાથમિક શાળાના મતદાન મથક બહાર મતપત્ર મળ્યું: નાયબ મામલતદારે અજાણ્યા શખસ  સામે ફરિયાદ નોંધાવી ...

અને અન્ય ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા તપાસ કરતાં મંદિરોના દરવાજા ખુલ્લા હતા અને મૂર્તિઓ પરના સોના-ચાંદીના કવચ તથા છત્રો ગાયબ જોવા મળ્યા આ બનાવ બાદ મંદિરના વહીવટકર્તાઓએ આસપાસના લોકો અને બહારગામ રહેતા મહેલ્લાના લોકોની પૂછપરછ કરી કોઈએ ભૂલથી પણ ચોરી કરી હોય તો જણાવવા કહેવામાં આવ્યું પરંતુ સમાજ કે આજુબાજુના કોઈ વ્યક્તિએ ચોરી કરી ન હોવાનું જણાવ્યું આખરે, વિષ્ણુભાઈ દેસાઈએ કાકોશી પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી.

Theft of 2 lakh items including Jaldhara and Nag from Shiva temple in  Sundarana of Petlad | મંદિર પણ ના છોડ્યું: પેટલાદના સુંદરણામાં  શિવમંદિરમાંથી જળધારા અને નાગ સહિત 2 લાખના ...

ચોરાયેલી મિલકતમાં લેબોજ માતાના મંદિરમાંથી ચાંદીનું પારણું, ગોગા મહારાજની ચાંદીની નાની મૂર્તિ અને ચાંદીના છત્રોનો સમાવેશ થાય ચેહર માતાના મંદિરમાંથી ચાંદીનું પારણું, સોનાના છત્ર અને ચાંદીના છત્રો ચોરાયા જ્યારે ગોગા મહારાજના મંદિરમાંથી તેમની મૂર્તિનું ચાંદીનું કવચ અને ચાંદીની નાની મૂર્તિની ચોરી થઈ કુલ ચોરાયેલી મિલકતમાં 5 ગ્રામ સોનું અને આશરે 2,225 ગ્રામ ચાંદીનો સમાવેશ થાય જેની કુલ અંદાજિત કિંમત રૂ. 1,68,500 આંકવામાં આવી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0