ગરવી તાકાત અરવલ્લી : સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે ઘરની બહાર સૂતેલા એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો કુલ રૂ. 1,05,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા આ ચોરીમાં રૂ. 45,000 રોકડા અને રૂ. 60,000ની સોનાની ચેનનો સમાવેશ થાય સાંતલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી પીપરાળા ગામના 67 વર્ષીય દાનસંગજી પાંચાજી સમા તેમના પત્ની રત્નાબાઈ.
![]()
સાથે રાત્રિના સમયે ઘરની બહાર ખુલ્લામાં સૂતા રાત્રિના 10:00 વાગ્યાથી વહેલી સવારના 02:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની ચોરોએ દાનસંગજીના શર્ટના ખિસ્સામાં રાખેલા રૂ. 45,000 રોકડા અને તેમના પત્ની રત્નાબાઈના ગળામાં પહેરેલી આશરે રૂ. 60,000ની કિંમતની સોનાની ચેનની ચોરી કરી રાત્રિના આશરે બે વાગ્યે દંપતી જાગી જતાં તેમણે બે અજાણ્યા શખ્સોને ખેતરો તરફ ભાગતા જોયા.

વૃદ્ધ હોવાને કારણે દંપતી ચોરોનો પીછો કરી શક્યું ન સવારે તપાસ કરતાં ઘરની પાછળના રણ વિસ્તારમાં મોટરસાયકલના ટાયરના નિશાન મળી આવ્યા આ બનાવ અંગે દાનસંગજીએ મુંબઈ રહેતા તેમના પુત્રને જાણ કરી પુત્ર પીપરાળા આવી પિતા સાથે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સાંતલપુર પોલીસે બી.એન.એસ. કલમ 303(2) અને 54 હેઠળ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર નકુલકુમાર પંચાલને વધુ તપાસ સોંપી.


