ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા ગુડલક પાર્ટી પ્લોટમાં કરેલા ગરબા આયોજનમાં દંપતી પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને ગરબા રમવા ગયા ગરબા રમીને પરત આવ્યા એ દરમિયાન અજાણ્યા તસ્કરો ઇલેક્ટ્રિક સ્કૂટર ચોરી કરી ફરાર થઇ ગયા આ સમગ્ર ઘટના અગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.

મહેસાણામાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન તસ્કરો સક્રિય બન્યા મહેસાણાના રાધનપુર ચોકડી પાસે રહેતા પટેલ અક્ષય ભાઈ રાત્રે પોતાની પત્ની સાથે રાધનપુર રોડ પર ગુડલક પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબા મહોત્સવમાં ગરબા રમવા ગયા આ દરમિયાન રાત્રે સાડા બાર વાગે દંપતી ગરબા રમી બહાર આવ્યા.

એ દરમિયાન પાર્કિગમાં પાર્ક કરેલ ઇલેક્ટ્રિક સ્કૂટર જોવા મળ્યું નહોતું. બાદમાં ત્યાં આસપાસ તપાસ કરવા છતાં સ્કૂટર ના મળી આવતા આખરે તેઓએ અજાણ્યા તસ્કરો સામે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં સ્કૂટર ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી.


