મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી સોસાયટીમાં પાર્ક કરેલું પીકઅપ ડાલુ ચોરી કરી તસ્કરો રફુચક્કર થયી ગયા

May 20, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમા તસ્કરો બેફામ બન્યા શહેરમાં તસ્કરો સક્રિય બનતા અનેક સ્થળે ચોરીના બનાવો વધી રહ્યા છે. જેમાં મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી સોસાયટીમાં પાર્ક કરેલા પીકઅપ ડાલાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

મહેસાણા શહેરમાં શોભાસણ રોડ પર આવેલી ચીસ્તીયા સોસાયટીમાં રહેતા ઇમરાન શાહ પીકઅપ ડાલું ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા તેઓએ બહાર ગામ પોતાની પીકઅપ ડાલામા કેરી ખાલી કરી ગાડી સાંજે પોતાના સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં પાર્ક કરી હતી અને સાંજે પોતાના ઘરે જઇ સુઈ ગયા હતા.

આ દરમિયાન અજાણ્યા ઈસમો સોસાયટીમાં પ્રવેશ કરી પીકઅપ ડાલાની ચોરી કરી રફુચક્કર થયી ગયા હ્તા . વહેલી સવારે ફરિયાદી ગાડી લેવા જતા ગાડી નજરે ન પડતા આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ ગાડી ક્યાંક ના મળતા આખરે અજાણ્યા ઈસમો વિરુદ્ધ પીકઅપ ડાલના ચોરી અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0