નવનીત પ્રકાશનના નવિનભાઇ હત્યા કેસમાં છ આરોપીને આજીવન કેદ

May 24, 2022

— આઠ શખ્સોએ અપહરણ કરીને પાંચ કરોડની ખંડણી માંગી હતી :

— તેમની કંપનીમાં યુનિયનની પ્રવૃતિ અંગેની માહિતી આપવાના બહાને બોલાવી અપહરણ કરાયું હતું : માલપુર પાસે લાશ ફેંકી દીધેલી :

ગરવી તાકાત ગાંધીનગર : સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા અમદાવાદના નવનીત પ્રકાશન અને ગાલા બિલ્ડર્સના મોભી એવા નવીનભાઇ નાનજીભાઇ શાહનું રૂપિયા પાંચ કરોડની ખંડણી માટે અપહરણ કરીને હત્યા કરવાના પાંચ વર્ષ પહેલાના કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા જેલહવાલે રહેલા છ આરોપીઓને આજીવન કેદ સહિતની સજા ફરમાવવામાં આવી છે. આ કેસના અન્ય બે આરોપીઓ જોકે હજુ સુધી ફરાર છે.

અડાલજ પોલીસ મથકમાં નોંધાયેલા આ બનાવની વિગત મુજબ તારીખ ૨૫મી જુલાઇ ૨૦૧૭ના રોજ આરોપીઓએ નવીનભાઇ શાહને એસ. જી. હાઇ વે પર વૈશ્ણોદેવી સર્કલ પાસેની હોટલ પાસે તેમની કંપનીમાં યુનિયન બનાવવાની ગતિવિધિ ચાલતી હોવાની વાત કહેવાના બહાને આરોપીઓએ બોલાવ્યા હતાં અને નકલી નંબર પ્લેટ અને કાંચ પર કાળી ફીલ્મ લગાડેલી સફારી કારમાં બેસાડીને ગાડી દોડાવી મુકી હતી. બાદમાં આરોપીઓએ ખંડણી માટે અપહરણ કર્યાનું જણાવીને રૂપિયા પાંચ કરોડની માંગણી કરી ત્યારે ગુસ્સે થયેલા નવીનભાઇ ગાડી રોકવા કહ્યું ત્યારે આરોપીઓ હાથાપાઇ પર ઉતરી આવ્યા હતાં અને તેમની હત્યા કરી નાંખી હતી.

નવીનભાઇના શરીર પરથી ચશ્મા, હિરાજડિત વીંટી સહિત દાગીના ઉતારી લઇ, તેમના વોલેટમાંથી ઓળખના પુરાવા કાઢી લીધા હતાં અને સળગાવી માર્યા હતાં અને કેટલાંક નદીમાં ફેંકી દીધા હતાં. બાદમાં અરવલ્લી જિલ્લામાં માલપુર નજીક ફાર્મમાં નવીનભાઇનો મૃતદેહ ફેંકી દઇને નાશી છુટયા હતાં. તારીખ ૨૧મીના રોજ ગાંધીનગર સેશન્સ કોર્ટના જજ ડી. કે. સોની દ્વારા જેમને સજા ફટકારવામાં આવી છે. તેમાં જિગ્નેશ ઉર્ફે જીગો કિશનભાઇ ભાવસાર, રમેશ મથુરભાઇ પટેલ, શૈલેષ ઉર્ફે એસપી પ્રભૂદાસ પટેલ, બંકિમ નરોતમભાઇ પટેલ, ઉત્પલ જગદિશભાઇ પટેલ અને પરીન જગદિશભાઇ ઠક્કરનો સમાવેશ થાય છે.

જ્યારે મૌનિક રમણભાઇ પટેલ અને શંકર રાજેન્દ્રભાઇ ગોસ્વામી નામના બે આરોપી ફરાર થઇ ગયેલા છે. આ પૈકી મોનિક પટેલ તો પકડાઇ ગયા પછી પેરોલ જમ્પ કરીને નાશી ગયો હતો. જ્યારે શંકર પોલીસના હાથમાં જ આવ્યો ન હતો. એડિશ્નલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રિતેશ ડી. વ્યાસે જણાવ્યું કે તમામ છ આરોપીને કાવત્ રચીને ખુન કરવાના ગુનામાં ઇન્ડિયન પીનલ કોડ ૧૨૦ બી અને ૩૦૨ હેઠળ આજીવન કેદ કરાઇ છે.

જ્યારે અપહરણની કલમ ૩૬૪ હેઠળ ૫ હજાર દંડ અને સાત વર્ષની કેદ. કલમ ૩૬૫ હેઠળ ૫ હજારનો દંડ અને પાંચ વર્ષની કેદ, કલમ ૨૦૧ હેઠળ ૫ હજારનો દંડ અને ત્રણ વર્ષની કેદ, કલમ ૪૦૩ હેઠળ ૫ હાજર દંડ અને છ માસની કેદ, કલમ ૪૦૪ હેઠળ ૨ હજારનો દંડ અને છ માસની કેદ, કલમ ૪૧૯ હેઠળ ૨ હજારનો દંડ અને બે વર્ષની કેદ ઉપરાંત રૂપિયા ૨ હજારના દંડની સજા કરવામાં આવી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0