સિદ્ધપુર પોલીસે ચોરીના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીની કરી ધરપકડ…

February 26, 2026

ગરવી તાકાત પાટણ : સિદ્ધપુર પોલીસે ચોરીના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડ કરી મહેસાણા જિલ્લાના ઉનાવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો સરહદી રેન્જ ભુજ આઈ.જી. અને પાટણ પોલીસ અધિક્ષક દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે સિદ્ધપુર પોલીસ તપાસમાં.

આ દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે, ઉનાવા પોલીસ સ્ટેશનના વોરંટવાળા આરોપી સલીમ જુમ્મા સીન્ધી (ડફેર) ને સમોડા ગામની વિદ્યાપીઠના મુખ્ય ગેટ પાસેથી પકડી પાડવામાં આવ્યો આરોપી સિદ્ધપુર તાલુકાના ગણવાડા ગામનો રહેવાસી પકડાયેલા આરોપી સલીમ સીન્ધીનો ગુનાહિત ઇતિહાસ નોંધપાત્ર તેની વિરુદ્ધ અગાઉ સિદ્ધપુર, ઊંઝા અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનોમાં લૂંટ, ચોરી અને જી.પી. એક્ટ હેઠળ કુલ 7 જેટલા ગુનાઓ નોંધાયેલા.

Wanted Accused Salim Sindhi Nabbed in Theft Case | Unava Crime | Sidhpur

ધરપકડ બાદ આરોપી વિરુદ્ધ BNSS કલમ 35(1)(જે) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ઉનાવા પોલીસને જાણ કરવામાં આવી આ કામગીરીમાં સિદ્ધપુર પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્ય, એ.એસ.આઈ. રાહુલકુમાર વિરજીભાઇ, હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઇ સોમાભાઇ, કાળુભાઇ મફાભાઇ તેમજ પોલીસ કોન્સ્ટેબલ કરણસિંહ, દેવેન્દ્રસિંહ અને જીતેન્દ્રસિંહ સહિતની ટીમે ભાગ લીધો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0