ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી એલસીબી શામળાજી પોલીસે સંયુક્ત ઓપરેશનમાં શામળાજીમાંથી ટ્રકમાં PVC પાઇપના ખાખી પૂંઠાના આડમાં લઇ જવાતાં 26.38 લાખના દારૂ સાથે ચાલકને પકડી લીધો LCB અને શામળાજી PI એસ.એસ. માલની ટીમ અણસોલ પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગમાં દરમિયાન બાતમી મળી કે ટ્રકમાં PVC પાઇપના ખાખી પૂંઠાના કાર્ટૂનની આડમાં.

વિદેશી દારૂની પેટીઓ ભરી અમદાવાદ લઈ જવાઈ રહી ચેકપોસ્ટ પરથી પસાર થતાં ટ્રકને રોકી તપાસતાં ઉપરના ભાગે PVC પાઇપના 350 બોક્સ મળ્યા નીચે વિદેશી દારૂની 497 પેટી કિં.26,38,560 જપ્ત કર્યો પોલીસે ટ્રક કિં.15 લાખ, મોબાઇલ 5હજાર, PVC પાઇપના બોક્સ કિં. 10.50 લાખ સહિત કુલ 51,93,560નો મુદ્દામાલ કબજે કર્યો.

પોલીસે આરોપી ટ્રકચાલક સતવીર છત્રપાલ સિંહ ઠાકોર, રહે. ભદાસના, પો.સ્ટે. મુંઢા પાંડે, જિ. મુરાદાબાદ, ઉત્તરપ્રદેશને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એલસીબીએ દારૂ ભરી આપનાર મોનુ રહે. સાબાદ UP, નાદિમ મેવ રહે. મુરાદાબાદ UP, સરપંચ ઉર્ફે સફુન રહે. તાવડુ હરિયાણા અને મુસ્તાફા પઠાણ ઉર્ફે રાહુલ ઉર્ફે મહાકાલ રહે. હરિયાણા વોન્ટેડ જાહેર કર્યા.


