શંકુઝ વોટર પાર્ક સામે પાર્ક કરેલી ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતી અમદાવાદની શાતિર ત્રિપુટીને લાંઘણજે પોલીસે ઝડપી પાડી

September 11, 2026

ગરવી તાકાત ઃ લાંઘણજ
તા.11-9-2026

લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જાણીતા શંકુઝ વોટર પાર્ક સામે પેટ્રોલ પંપના પાર્કિંગમાં પાર્ક કરેલી એક ટ્રકમાંથી અજાણ્યા તસ્કરો ડીઝલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં લાંઘણજ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ગાંધીનગર રેન્જના આઈજી વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા એસપી હિમાંશુ સોલંકી અને ડીવાયએસપી મિલાપ પટેલ દ્વારા જિલ્લામાં બનતા ચોરીના બનાવો અટકાવવા તથા ગુનેગારોને પકડવા મળેલી કડક સૂચનાઓના પગલે લાંઘણજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ગેલોતના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ તપાસમાં સક્રિય બની હતી.

તપાસ દરમિયાન એ.એસ.આઈ. કીરીટભાઈ વિરસંગભાઈ તથા સર્વેલન્સ ટીમના પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ભીખાજી અને નરેન્દ્રસિંહ કલ્યાણસિંહ ગુનાવાળી જગ્યા નજીકના સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા હતા, ત્યારે એક શંકાસ્પદ સ્વિફ્ટ ડિઝાયર ગાડી નજરે પડી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ અને નરેન્દ્રસિંહને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે ફૂટેજમાં દેખાયેલી શંકાસ્પદ ગાડી મંડાલીથી ભાસરિયા જતા રોડની સાઈડમાં ઊભી છે અને તેમાં ડીઝલના કેરબા ભરેલા છે.

ચોક્કસ બાતમીના આધારે લાંઘણજ પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી કારને ઘેરી લીધી હતી. ગાડીની તલાશી લેતાં તેમાં અમદાવાદના ત્રણ શખ્સો સવાર હતા અને કારમાં પ્લાસ્ટિકના કેરબા ભરેલા જણાયા હતા. પોલીસે ડીઝલ સંદર્ભે પૂછપરછ શરૂ કરતાં ત્રણેય આરોપીઓ ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા. જોકે, પોલીસે કડકાઈ અને યુક્તિપૂર્વક ઊલટતપાસ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને શંકુઝ વોટર પાર્ક સામે પેટ્રોલ પંપના પાર્કિંગમાં ઊભેલી ટ્રકમાંથી જ ડીઝલ ચોર્યું હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે અમદાવાદના વટવા સ્થિત અમીરનૂર નગર ખાતે રહેતા ૩૨ વર્ષીય મોહસીન અકરમખાન મોહમદખાન પઠાણ તેમજ દાણીલીમડાના બેલર માર્કેટ પાસે રહેતા ૩૩ વર્ષીય મોહસીન ઇમ્તીયાઝ કાલુમીયા શેખ અને ૨૨ વર્ષીય મકસૂદ મોહમદનસીમ નીસારુલ્લાહ લહેરીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂ. ૧૨ હજારની કિંમતનું ૧૨૦ લીટર ચોરાઉ ડીઝલ ભરેલા ૫ પ્લાસ્ટિકના કેરબા તથા ચોરીમાં વપરાયેલી રૂ. ૪ લાખની કિંમતની સ્વિફ્ટ ડિઝાયર કાર મળી કુલ રૂ. ૪,૧૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0