લાંઘણજ અને બાવલુ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી આંબલીયાસણ પુલ પાસેથી એક્ટિવા સાથે ઝડપાયો

September 12, 2026

ગરવી તાકાત ઃ 12-9-2026

મહેસાણા જિલ્લામાં ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા ગુનેગારોને ઝડપી લેવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત લાંઘણજ પોલીસને મહત્વની સફળતા સાંપડી છે. લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે લાંઘણજ તેમજ બાવલુ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા એક શખ્સને આંબલીયાસણ પુલ પાસેથી ઝડપી પાડીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધીક્ષક મિલાપ પટેલની સૂચના અને લાંઘણજ પોલીસ ઇન્સપેક્ટર એ.એમ.ગેલોતના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન અ.પો.કો. પરેશભાઈ તેજમલભાઈ તથા મહિપાલસિંહ જયેન્દ્રસિંહને ખાનગી રાહે સચોટ બાતમી મળી હતી કે બંને પોલીસ સ્ટેશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપી કાળા રંગનું એક્ટિવા મોપેડ લઈને આંબલીયાસણ તરફ આવી રહ્યો છે.

આ બાતમી મળતાં જ પોલીસે તાત્કાલિક આંબલીયાસણ પુલના છેડે નાકાબંધી અને વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન બાતમી મુજબનું કાળા કલરનું એક્ટિવા લઈને આવી પહોંચેલા શંકાસ્પદ ઈસમને પોલીસે ઘેરી લઈને રોક્યો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મિતેશ રાજેશભાઈ ઠાકોર (હાલ રહે. રાજપુર, તા. કડી, જી. મહેસાણા તેમજ મૂળ રહે. ચાંદખેડા, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ શખ્સ સામે લાંઘણજ અને બાવલુ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુના નોંધાયેલા હોવાનું સામે આવતાં પોલીસે તેની કાયદેસર ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર સફળ કામગીરીમાં એ.એસ.આઈ. સાહીલસિંહ નરેન્દ્રસિંહ સહિત અ.પો.કો. મહિપાલસિંહ જયેન્દ્રસિંહ, પરેશભાઈ તેજમલભાઈ, સંદિપસિંહ ઈશ્વરસિંહ તથા કમલેશજી અશોકજી સહિતનો પોલીસ સ્ટાફ ઉત્સાહપૂર્વક જોડાયો હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0