— પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા માટે વિદાય સમારોહ યોજાયો :
ગરવી તાકાત કાંકરેજ : બનાસકાંઠા કાંકરેજ તાલુકાના આકોલી હાઇસ્કુલ માં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમની ભાવિ કારકિર્દી પગથિયા સમાન માર્ચ 2022 ની એસ. એસ.સી. થતા એચ.એસ.સી બોર્ડની પરીક્ષા આપવા માટે પ્રગતીપંથ તરફ આગળ વધી રહ્યા છે તેઓનું પરિણામ અતિઉતમ આવે તે માટે તેમણે પ્રેરણા, પ્રોત્સાહન અને શુભેચ્છા પાઠવવા માટે પ્રગતિપથ શુભેચ્છા વિદાય સમારોહ યોજવામાં આવેલ.
જેમાં સતત પ્રયત્નશીલ રહીને 35 વર્ષ સુધી સફર કરી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવી ને રિટાયર થયેલ શારીરિક શિક્ષણ ના સ્પેશ્યલ શિક્ષક અને એક વક્તા તરીકે કામ કર્યું હતુ એ કે.વી. ભુંભાલીયા (કાનજીભાઈ દેસાઈ) સાહેબ અને ક્લાર્ક તરીકે વિદાય લીધી હતી એ ચેહુભા .પી. વાઘેલા નો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં પધારેલ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું દાતાશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આવનાર બોર્ડની પરીક્ષામાં પાસ થઈ ને હાઇસ્કુલ નું નામ રોશન કરી ખુબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.
ત્યારે કાનજીભાઈ દેસાઈ સાહેબ ની ભાવભીની વિદાય લીધી ત્યારે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ની આંખો ભીની થઈ ગઈ હતી ત્યારે શ્રી કાનજીભાઈ દેસાઈ એ આકોલી ગામનું ગૌરવ અને પોતાના આગવા અંદાજમાં એક વન મેન આર્મી ની ભુમિકા ભજવી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક સુંદર પ્રેરણા આપી હતી અને સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ શાહ અને શાળા ના આચાર્ય શ્રી બી. કે. ખંડેલવાલ . આકોલી સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા અને ટ્રસ્ટીઓ તરફથી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી,
વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત ગામની બંને શાળા ના આચાર્ય શિક્ષક ગણ ટ્રસ્ટીગણ, સમસ્ત ગામ ના યુવાનો વડીલો આગેવાનો વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલાં વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આમ આકોલી શેઠ શ્રી એલ.એમ. હસાની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે 35 વર્ષ સુધી નોકરી પૂર્ણ કરી વિદાય લીધી હતી જેમાં આન બાન શાનથી શાળાના શિક્ષકો અને કર્મચારીઓએ ભાવભીની વિદાય આપી હતી
તસવિર અને આહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ


