સુઈગામ તાલુકા બોર્ડર વિસ્તારના ગામોની મુલાકાતે સિનિયર IPS અધિકારીઓ…

November 6, 2025

-> IPS તરુણ દુગ્ગલ અને નિર્લિપ્તરાય તાલુકાના જલોયા,માધપુરા, ભરડવા અને પાડણ ગામોની મુલાકાતે.ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો :

ગરવી તાકાત  બનાસકાંઠા : રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર ઉત્તર ગુજરાતના કચ્છ ,પાટણ અને વાવ થરાદ જીલ્લાના બોર્ડર વિસ્તારોમાં સુરક્ષા અને વિકાસની સ્થિતિ જાણવા માટે 30 જેટલા સિનિયર IPS અધિકારીઓને બે દિવસની વિઝીટ માટે મોકલવામાં આવ્યા છે. તે અંતર્ગત IPS તરુણ દુગલ ગુરુવારે સુઈગામ તાલુકાના છેવાડાના જલોયા અને માધપુરા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. મુલાકાત દરમ્યાન IPS તરુણ દુગલે ગામના આગેવાનો,

મહિલાઓ અને યુવાનો સાથે સંવાદ કરી ગામની સમસ્યાઓ અને આવશ્યકતાઓ અંગે માહિતી મેળવી હતી,ઉપરાંત રાજ્ય સરકારની સૂચના અનુસાર સરહદી ગામોની અંદર રાત્રિ રોકાણ પણ કરશે, IPS તરુણ દુગલે જણાવ્યું કે સરહદી વિસ્તારના ગામોમાં લોકોને કેવી આરોગ્ય સુવિધાઓ મળે છે? છેવાડાના ગામોમાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ અન્ય સરકારી ઈમારતોની સ્થિતિ અંગે પણ સ્થળ પર નિરીક્ષણ કરવાનું છે,

સરહદના ગામોના લોકોનું જીવન ધોરણ કેવું છે,અને લોકોની જરૂરિયાત શું છે,તે અંગે લોકો સાથે રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિની જાત માહિતી મેળવી રહ્યા છે, સ્થાનિક લોકોએ પણ અધિકારીઓ સાથે ખુલીને વાત કરી હતી, ગ્રામજનોએ જણાવ્યુ કે આ પ્રકારની અધિકારીઓની મુલાકાતથી ગ્રામજનોને પોતાની વાત સીધી રાજ્ય સ્તરે પહોંચાડવાની તક મળે છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0