વિષ્ણુપુરા પ્રાથમિક શાળામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

June 28, 2025

ગરવી તાકાત વિસનગર : વિસનગર તાલુકાના વિષ્ણુપુરા ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે કાર્યક્રમમાં હાજરી આપી. અષાઢી બીજના દિવસે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ પહેલ દ્વારા બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

સાથે જ બાળકોમાં સંસ્કાર સિંચનનો હેતુ પણ સમાયેલો છે. કાર્યક્રમમાં શાળાને ગમ્મત સાથે જ્ઞાન મેળવવાનું કેન્દ્ર ગણાવવામાં આવી શાળાકીય કેળવણીમાં શિસ્ત, સંસ્કાર અને અભ્યાસનું મહત્વ સમજાવવામાં આવ્યું. ઇત્તર પ્રવૃત્તિઓના સમન્વયની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો.

મહાનુભાવોએ નાના બાળકો સાથે જ્ઞાનની વાતો કરી. શિક્ષકોને જ્ઞાનની નદીના વાહક તરીકે બિરદાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસથી રાષ્ટ્રનો વિકાસ થશે એવો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શિક્ષણ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવાનો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0