વિદેશી શરાબ, બિયર તથા સ્વીફટ કાર મળી કુલ રૂપિયા 2.83 લાખનો મુદ્દામાલ ઝડપાયો
સાંથલ પોલીસે વિદેશી શરાબનો વેપાર કરતા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી
ગરવી તાકાત, મહેસાણા તા. 08 – (Sohan Thakor) જોટાણા તાલુકાના બાલસાસણ ગામની સીમમાં વિદેશી શરાબનો વેપાર ચાલતો હોવાની બાતમીના આધારે સાંથલ પોલીસે રેઇડ કરતા ઘટના સ્થળ પરથી સાંથલ પોલીસે 1.33 લાખનો વિદેશી શરાબનો જથ્થો તથા સ્વીફટ કાર મળી કુલ રૂપિયા 2.83 લાખનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણામાં વિદેશી શરાબની હેરાફેરી તેમજ વેપલો કરતા તત્વોને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ ના.પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ સાંથલ પીઆઇ એસ.જી.શ્રીપાલના નેતૃત્વમાં પીએસઆઇ એમ.એ.જોષી પોતાના સ્ટાફ સાથે સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાલસાસણ બસ સ્ટેન્ડ પાસે આવતા અપોકો. ચેતનકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
ઠાકોર અનિલજી વિહાજી રહે. બાલસાસણ તા. જોટાણાવાળો ગેરકાયદેસર વિદેશી શરાબનો જથ્થો બહારથી લાવીને બાલસાસણની સીમના નેળીયામાં વેપાર કરે છે અને હાલમાં આ પ્રવૃતિ ચાલુ છે જે બાતમી મળતાં સાંથલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી રેડ કરતાં બિયર તથા વિદેશી શરાબ બોટલો મળી કુલ રૂપિયા 1,33,719 જથ્થા સાથે સ્વીફટ કાર નંબર જીજે02-એપી-7506 કિંમત 1.50 લાખ મળી કુલ રૂપિયા 2,83,919નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી ઠાકોર અનિલજી સોમાજી મળી આવ્યો ન હતો જેની વિરુદ્ધ ગુનો નોંધી સાંથલ પોલીસ તપાસ હાથ ધરી છે.