ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાની સાંતલપુર પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પરથી માટીની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો પોલીસે કુલ ₹18,58,543/-નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી આ દારૂ રાજસ્થાનથી મોરબી લઈ જવામાં આવી રહ્યો સાંતલપુર પોલીસ સ્ટાફ પીપરાળા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો ત્યારે તેમને બાતમી મળી બાતમી મુજબ, રાજસ્થાન પાર્સિંગનું ટ્રેલર નંબર RJ-19-GE-1128 રાધનપુર તરફથી કચ્છ જઈ રહ્યું. આ ટ્રેલરના ઉપરના ભાગમાં માટી ભરેલી,

પરંતુ ચેસિસના નીચેના ભાગે ખાસ ચોર ખાનું બનાવવામાં આવ્યું જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો બાતમીના આધારે પોલીસે ટ્રેલરને રોકાવી તેના ડ્રાઇવરને પકડી પાડ્યો ટ્રેલરના નીચેના ભાગે તપાસ કરતાં, ચોર ખાનામાંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની કુલ 562 દારૂની બોટલો મળી આવી જેની કિંમત ₹8,48,918/- પોલીસે દારૂ ઉપરાંત ₹10,00,000/-ની કિંમતનું ટ્રેલર, ₹5,000/-નો મોબાઈલ, ₹3,170/- રોકડા અને ₹1,455/-ની માટી પણ જપ્ત કરી.
![]()
આમ, કુલ ₹18,58,543/-નો પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આ કેસમાં ગંગારામ હીરારામ કાસબારામ પવાર (રહે. રણોદર, તા. ચિતલવાના, જિ. જાલોર, રાજસ્થાન) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી પોલીસે ટ્રેલર માલિક રાજુરામ કરણારામ પવાર (રહે. ગોદારો કી ઢાણી, ગાંધવ, તા.ગુડામાલાની, જિ. બાડમેર), માલ ભરાવનાર એક અજાણ્યો પીક અપ ડાલા ચાલક અને મોરબીના એક અજાણ્યા માલ મંગાવનાર ઇસમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી.


