ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને યૂએઈ અને ઓમાનમાં રમાનાર ટી20 વિશ્વકપ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. તેનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન ઈજાને કારણે આ ટૂર્નામેન્ટ અને આઈપીએલ-2021 માંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ભાઈ ટોમ કરનને ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ કર્યો છે. તે પહેલા સ્ટેન્ડબાયમાં સામેલ હતો. ફાસ્ટ બોલર રીસ ટોપ્લેને હવે રિઝર્વ ખેલાડીના રૂપમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે જલદી ઈંગ્લેન્ડ ટીમ સાથે જાેડાશે.
આ પણ વાંચો – બર્મીંઘમમાં રમનારી ઓલીમ્પિક ગેઈમ્સમાં ભારતીય હોકી ટીમ રમેશ નહી !
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે સેમ કરનની ઈજા પર નિવેદન જાહેર કરતા કહ્યું- સેમને આઈપીએલ 2021 માં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચ રમતા પીઠમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. બાદમાં સ્કેનના પરિણામોથી તેની ઈજાની જાણકારી મળી. હવે તે આગામી એક-બે દિવસમાં ઈંગ્લેન્ડ પરત ફરશે અને બીજીવાર સ્કેન કરાવશે. સાથે ઈસીબીની મેડિકલ ટીમ પણ આ સપ્તાહે તેની સ્થિતિની સમીક્ષા કરશે. ટી-20 વિશ્વકપ માટે ઈંગ્લેન્ડની ટીમ- ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જાેની બેયરસ્ટો, સેમ બિલિંગ્સ, જાેસ બટલર, ટોમ કરન, ક્રિસ જાેર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, ટાઇમલ મિલ્સ, આદિલ રાશિદ, જેસન રોય, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વુડ. રિઝર્વ ખેલાડીઃ લિયામ ડોસન, રીસ ટોપ્લે, જેમ્સ વિન્સ.