વિશ્વના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને ક્રિકેટમાંથી રિટાયર થયાને 8 વર્ષ થઈ ગયા હશે, પરંતુ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. તે હજુ પણ વિશ્વમાં સૌથી વધુ પ્રશંસનીય ભારતીય ખેલાડી છે. તે વિશ્વભરના તમામ ખેલાડીઓમાં કુલ ત્રીજા ક્રમે છે. બ્રિટનની પ્રખ્યાત YouGov ડેટા એનાલિસિસ ફર્મે વર્ષ 2021ના આધારે આ સર્વે કર્યો છે. આ સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે જાે આપણે માત્ર ભારતની વાત કરીએ તો અહીં સચિન પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીથી પાછળ છે, પરંતુ તે હજુ પણ વિરાટ કોહલી કરતા આગળ છે.
રમતગમતની દુનિયામાં પોર્ટુગલનો ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ મામલે નંબર 1 પર છે. આ પછી નંબર 2 પર આજેર્ન્ટિનાના ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી, પછી નંબર ૩ પર સચિન તેંડુલકર, નંબર 4 પર પાડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન ઈમરાન ખાન અને 5માં નંબર પર ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીનું નામ સામેલ છે.
ભારતના સૌથી વધુ પ્રશંસનીય ખેલાડીઓની વાત કરીએ તો, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નંબર 1 પર, સચિન તેંડુલકર નંબર 2 પર, જ્યારે વિરાટ કોહલી નંબર 3 પર આવે છે. આ સર્વે ઈન્ટરનેટ આધારિત માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિસિસ કંપની ર્રૂેય્ર્દૃ દ્વારા કરવામાં આવ્યો છે. ર્રૂેય્ર્દૃ એ યુકે સ્થિત આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ આધારિત માર્કેટ રિસર્ચ અને ડેટા વિશ્લેષણ ફર્મ છે જે યુરોપ, અમેરિકા, મધ્ય એશિયા અને એશિયા પેસિફિકમાં કાર્યરત છે. આ ફર્મ દ્વારા વિશ્વના 38 દેશોની 42,000 હસ્તીઓ પર આ સર્વે કરવામાં આવ્યો હતો.
(ન્યુઝ એજન્સી)