સાબરકાંઠા SOGએ ગંભીર ગુનાઓમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા…

July 17, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા SOG ટીમે ગંભીર ગુનાઓમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા આ આરોપીઓ અરવલ્લી, અમદાવાદ શહેર અને પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ તેમને પકડીને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા SOG ટીમે હિંમતનગર બસ સ્ટેશન, ન્યાય મંદિર પીકઅપ સ્ટેન્ડ અને ખેડબ્રહ્મા વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા.

ઝડપાયેલા આરોપીઓમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો ઇડર તાલુકાના ગોધમજીનો 24 વર્ષીય પંકીલકુમાર દાનજીભાઈ રાઠોડનો સમાવેશ થાય અમદાવાદ શહેરના ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર ઇડરના મોટા કસ્બાનો 39 વર્ષીય મોઈનમિયા ઉર્ફે ગોગો ફિરદોશમિયા સૈયદ પણ પકડાયો.

Sabarkantha SOG Arrests Three Absconding Accused | Latest Crime Updates

આ ઉપરાંત, પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ એક્ટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા તાલુકાના ટીલરવા (સોમાલી)નો 26 વર્ષીય મહેન્દ્રકુમાર શંકરલાલ લૌર પણ ઝડપાઈ ગયો આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 હેઠળ કાર્યવાહી કરવામાં આવી વધુ તપાસ માટે તેમને ખેરોજ અને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0