ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા SOG સ્ટાફે હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાંથી પશુ ચોરીના આઠ ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો આ આરોપી સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો ઝડપાયેલા આરોપીનું નામ જીસાન હમીદભાઈ શેખ (ઉં.વ. 27)

તે હાલ મોડાસાના રાણા સૈયદ, નવી વસાહતમાં રહે અગાઉ તે કસબા મોડાસા અને મૂળ વાસણા, તા. મેઘરજ, જિ. અરવલ્લીનો રહેવાસી તેના પર હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુ.ર.નં.n 11209016251147/2025, બી.એન.એસ. કલમ 303(2) સહિત કુલ આઠ પશુ ચોરીના ગુના નોંધાયેલા છે.
![]()
SOG સ્ટાફ એ.ટી.એસ. ચાર્ટર સંબંધિત કામગીરી માટે હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો તે દરમિયાન ન્યાય મંદિર પીક અપ સ્ટેન્ડ નજીક રોડ પરથી જીસાન શેખ મળી આવ્યો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(j) મુજબ તેની અટકાયત કરવામાં આવી વધુ કાર્યવાહી માટે તેને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો.


