સાબરકાંઠા SOGએ હિંમતનગરના લાલપુર ગામ નજીકથી પશુ ચોરીમાં વપરાયેલ એક જીપ ડાલા સાથે ચાલકને ઝડપી પાડ્યો…

June 12, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા SOGએ હિંમતનગરના લાલપુર ગામ નજીકથી પશુ ચોરીમાં વપરાયેલ એક જીપ ડાલા સાથે તેના ચાલકને ઝડપી પાડ્યો આ કેસમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી SOGને મળેલી બાતમીના આધારે, હિંમતનગરથી વિજાપુર સ્ટેટ હાઈવે પર લાલપુર ગામ નજીકથી જીપ ડાલું નંબર GJ-08-AW-5835 વિજાપુરથી હિંમતનગર તરફ આવી રહ્યું ત્યારે તેને અટકાવવામાં આવ્યું ચાલકની પૂછપરછ કરતા પશુ ચોરીનો ભેદ ઉકેલાયો ચાલકે કબૂલ્યું સાત દિવસ પહેલા રાત્રિના સમયે તેણે અન્ય છ સાથીદારો સાથે મળીને.

સાબરકાંઠાઃ SOGની ટીમે યુવકને જીવતા કારતૂસ અને તમંચાની સાથે ઝડપી લીધો -  Gujarati News | Sabarkatha sog arrest a man under arms atc sabarkantha sog  ae jivta kartus tamancha sathe aek ni

હિંમતનગર તાલુકાના જામળા ગામે એક તબેલામાંથી ત્રણ ભેંસની ચોરી કરી ચોરી કરેલી ભેંસો નાસતા ફરતા આરોપીઓને વેચી દેવામાં આવી ઝડપાયેલા ચાલકની ઓળખ નરસિંહજી સુડાજી ચમનજી ઠાકોર (રહે. નેસડા, તા. ભાભર, જિ. વાવ-થરાદ) તરીકે થઈ તેની સામે પાટણ સિટી પોલીસ સ્ટેશનમાં બે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં એક છાપી પોલીસ સ્ટેશનમાં એક બાલીસણા પોલીસ સ્ટેશનમાં એક વિસનગર પોલીસ સ્ટેશનમાં એક અને ભાભર પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ સાત ગુના નોંધાયેલા.

Himmatnagar Vehicle Seized in Cattle Theft Case | Seven Accused Booked

આ કેસમાં અન્ય છ આરોપીઓ હજુ ફરાર જેમાં અલ્પેશજી સુડાજી ચમનજી ઠાકોર સામે ડીસામાં બે નંદાસણ, ભાભરમાં બે દિયોદર વિસનગરમાં બે મહેસાણા ગ્રામ્યમાં બે અને બાલીસણામાં બે મળી કુલ ૧૨ ગુના નોંધાયેલા જ્યારે હિતેશ રામભા ગઢવી સામે સિદ્ધપુર ઉનાવામાં બે હળવદમાં બે વાગડોદ સંખેશ્વર અને હારીજ મળી પાંચ પોલીસ સ્ટેશનમાં આઠ ગુના નોંધાયેલા અન્ય ફરાર આરોપીઓમાં અકબરઅલી વલીભાઈ ખોરજીયા (રહે. વેળાવપુરા, તા. ડીસા) સામે મહેસાણા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા આ ઉપરાંત દોલતખાન બચલખાન (રહે. સેસન, તા. દિયોદર) અમઝદખાન કસાઈ અને દેવાભાઈ સરાણીયા પણ ફરાર.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0