ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા LCB ટીમે હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર પેરોલ જમ્પ આરોપીને ઝડપી પાડ્યો પોલીસ દ્વારા 7 એપ્રિલથી 21 એપ્રિલ 2026 સુધી નાસતા-ફરતા અને પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી આરોપીને જંગલના દુર્ગમ રસ્તેથી તેના ઘરેથી ઝડપી પાડી અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવાયો સાબરકાંઠા LCB ટીમના PI ડી.સી. સાકરીયા, પેરોલ ફર્લો PSI કે.સી. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ કોમ્બિંગ નાઈટ દરમિયાન નાસતા-ફરતા આરોપીઓની તપાસ કરી રહી તે દરમિયાન જશુભાઈ અને નીલેશભાઈને ચોક્કસ બાતમી મળી.
![]()
બાતમીના આધારે, ટીમે પોશીનાના ચંદ્રાણાના પેટા છાપરા ગુડ ફળીમાં જંગલના રસ્તે રાત્રે ચાલીને પહોંચી અને આરોપીને તેના ઘર પાસેથી ઝડપી પાડ્યો આ ઓપરેશનમાં ટીમને જંગલમાંથી બહાર આવતા ચાર કલાક લાગ્યા ઝડપાયેલો આરોપી માલિયાભાઈ અજાભાઈ ગમાર (રહે. પેટા છાપરા ગુડ ફળી, ચંદ્રાણા, તા. પોશીના, જી. સાબરકાંઠા, મૂળ રહે. કલછાવાડ, તા. ખેડબ્રહ્મા) પોશીના પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો તે અમદાવાદની મધ્યસ્થ જેલમાં કેદી નંબર S/૧૧૪૮૬ તરીકે ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને 17 ઓગસ્ટ 2023ના રોજ પેરોલ રજા પર છોડવામાં આવ્યો પરંતુ 2 સપ્ટેમ્બર 2023ના રોજ જેલ ખાતે પરત હાજર થવાને બદલે તે ફરાર થઈ ગયો.

આ ઉપરાંત, હિંમતનગર એ ડિવિઝન પોલીસે પણ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા એક અન્ય આરોપીને ઝડપી પાડ્યો આ આરોપીનું નામ કમલેશ નારણજી ભગોરા જે સંચિયા, તા. બિચ્છીવાડા, જી. ડુંગરપુર (રાજસ્થાન)નો રહેવાસી હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કુલદીપસિંહ અને મિતરાજસિંહને સંયુક્ત બાતમી મળી કે, કમલેશ ભગોરા હાલ મોતીપુરા ચાર રસ્તા પાસે ઊભો આ બાતમીના આધારે, સર્વેલન્સ સ્ક્વોડના માણસો તાત્કાલિક મોતીપુરા ચાર રસ્તા ખાતે પહોંચ્યા અને કમલેશ ભગોરાને ઝડપી પાડ્યો પોલીસે ત્રણ વર્ષથી ફરાર આ આરોપીને ચોરીના ગુનામાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


