સાબરકાંઠા LCB અને SOG ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને ત્રણ પોલીસ સ્ટેશનના 5 ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા…

April 8, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ ડ્રાઇવ ચાલી રહી આ અંતર્ગત, સાબરકાંઠા LCB અને SOG ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને ત્રણ પોલીસ સ્ટેશનના પાંચ ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા આ આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠા LCB અને SOG ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી LCB ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર એક મહિલા આરોપીને ખેરોજ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડી.

આ ઉપરાંત, ઇડરના વસાઈ ગામનો રહેવાસી રમણસિંહ અનારસિંહ સોલંકી, જે પણ બે વર્ષથી ફરાર તેને હિંમતનગરના જૂની સિવિલ સર્કલ રોડ પરથી પકડી પાડવામાં આવ્યો આ બંને આરોપીઓને અનુક્રમે ખેરોજ અને હિંમતનગર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા LCB ટીમે ખેરોજ પોલીસ સ્ટેશનના ખોટા દસ્તાવેજના અન્ય એક ગુનામાં બે વર્ષથી ફરાર ઓમરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ (ઉંમર ૩૪, રહે. રાધીવાડ, તા. ખેડબ્રહ્મા)ને ખેડબ્રહ્માના મેત્રાલ નજીક વીરકૃપા હોટલના પાર્લર પાસેથી ઝડપી લીધો તેને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો.

વધુમાં, સાબરકાંઠા LCBએ તલોદ પોલીસ સ્ટેશનના એક ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર કિશનસિંહ મનહરસિંહ ચૌહાણ (રહે. માથાસુરિયા, તા. બાયડ, અરવલ્લી, હાલ રહે. ચાણક્યપુરી, ઘાટલોડિયા, અમદાવાદ)ને હિંમતનગર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો તેને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો જ્યારે SOG ટીમે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના મારામારી અને એટ્રોસિટી કેસમાં છેલ્લા અઢી વર્ષથી ફરાર વિનયસિંહ ચંપકસિંહ જાડેજા (ઉંમર આશરે ૩૫, રહે. દહેગામડા, તા. ભિલોડા, અરવલ્લી, હાલ રહે. હાજીપુર ગામ, હિંમતનગર)ને ઝડપી પાડ્યો તેને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0