અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

રશીયાએ ભારતને એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ એસ-500 આપવા તૈયારી બતાવી

December 15, 2021
S - 500 Missile

રશિયાના નાયબ વડાપ્રધાને સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું છે કે એન્ટી એરક્રાફટ મિસાઇલ સિસ્ટમ એસ-500 ભારતને આપવામાં આવશે તેમને એક ખાનગી ચેનલમાં કહ્યું હતું કે અમે અઘતન સિસ્ટમ ભારતને આપીશું,આ સિસ્ટમ ખરીદનારની સૂચિમાં ભારત પ્રથમ સ્થાને છે.ભારત સાથે અમારા શસ્ત્ર કરાર સમજૂતી હેઠળ થયેલા છે.


એસ- 500 ‘પ્રોમેટ’ એન્ટી એરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ એ એર સિસ્ટમ માટે સૌથી અદ્યતન રશિયન મોબાઇલ સેવા છે અને તેને આ વર્ષની શરૂઆતમાં આ સેવા અમલમાં મૂકવામાં આવી હતી. 2019 માં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને એસ-500 એકમો ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. રશિયાના નાયબ વડા પ્રધાનની ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે ભારતને તેની લાંબા અંતરની જી-400 સપાટીથી હવામાં મિસાઈલ સંરક્ષણ પ્રણાલીની ડિલિવરી શરૂ થઈ ગઈ છે.

પાંચ એસ-400 સિસ્ટમ્સ માટે ઇં 5.5 બિલિયનનો સોદો અમેરિકા-ભારતની વધતી જતી ભાગીદારીમાં કાંટો બની ગયો હતો. કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ પ્રતિબંધોનો સામનો કરવાનું જાેખમ પણ હતું. 2016ની યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં રશિયાની કથિત સંડોવણીના આધારે યુએસમાં 2017માં પસાર કરવામાં આવ્યું હતું. રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની બેચ ખરીદવા માટે અમેરિકાએ નાટો સાથી તુર્કી પર પહેલેથી જ લાગુ કરી દીધું છે. જાેકે, તેણે હજુ સુધી ભારત અંગે કોઈ ર્નિણય લીધો નથી. ભલે યુએસએ કહ્યું કે તે ડીલને નકારવા માટે ભારત સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરશે, નવી દિલ્હી ત્રીજા દેશના સ્થાનિક કાયદાના અધિકારક્ષેત્રને નકારી રહ્યું છે.


રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે દાવો કર્યો હતો કે યુએસ આ સોદાને કમજાેર કરવાની અને ભારતને “યુએસના આદેશોનું પાલન” કરવા માટે આયોજન કરી રહ્યું છે. સંરક્ષણ એ રશિયા અને ભારત વચ્ચેની ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ છે. બ્રહ્મોસ મિસાઇલ,30 એરક્રાફ્ટનું લાઇસન્સ ઉત્પાદન,ટી30 ટેન્ક આ સહયોગના કેટલાક ઉદાહરણો છે. હવે પછીનું મોટું ધ્યાન ભારતમાં એકે શ્રેણીની એસોલ્ટ રાઈફલ્સનું સંયુક્ત ઉત્પાદન છે.

(ન્યુઝ એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
2:27 am, Jan 24, 2025
temperature icon 14°C
clear sky
Humidity 42 %
Pressure 1014 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 9 mph
Clouds Clouds: 3%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:21 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0