મહેસાણામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે RTOની લાલ આંખ 2300 વાહનચાલકોને ફટકાર્યો મેમો…

September 5, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીએ નીતિ નિયમો નેવે મૂકી વાહન ચલાવતા તમામ પ્રકારના વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી આરટીઓ વિભાગે છેલ્લા બે માસથી રોડ સેફ્ટી કાયદા હેઠળ ચેકિંગ વધારવામાં આવ્યું અને તેના કારણે RTOના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે દંડનીય કામગીરીનું પ્રમાણ વધી ગયું. હાઇવે ઉપરથી પસાર થતા ઓવરલોડ વાહનો ઓવર ડાયમેન્સન વાહનો વાહન પીયૂસી વાહન ફિટનેસ ઓવર સ્પીડ વાહનો સામે.

Mahesana RTO Strict Action Violators; Checking Increased Road Safety | ટ્રાફિક  નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે RTOની લાલ આંખ: મહેસાણા RTOએ 2300  વાહનચાલકોને મેમો ફટકાર્યો ...

મહેસાણા આરટીઓ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી બેફામ અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે આરટીઓ વિભાગની લાલ આંખ થતા આરટીઓ વિભાગની દંડનીય કામગીરીની આવક બમણી કરતાં પણ વધુ નોંધાઈ. વાહનચાલકોને અત્યાર સુધીમાં સરેરાશ 1100 લોકોને મેમો આપવામાં આવ્યો. પણ હવે કડક કાર્યવાહીના પગલે 2300 વાહનચાલકોને મેમો આપવામાં આવ્યા.

Rule 139 of Central Motor Vehicle Rules તો Traffic police cannot issue memo  if driver does not show documents on the spot | જાણો આ કાયદો: સેન્ટ્રલ મોટર  વ્હિકલ રૂલ્સનો નિયમ 139ઃ

રોડ સેફટીમાં દંડનીય કામગીરી 600થી વધીને 1300 વાહનચાલકો સામે કરવામાં આવી આથી મહેસાણા આરટીઓ કચેરીની જે દંડનીય આવક રૂપિયા 65 લાખ તે પણ વધીને બમણી થઈ એટલે કે રૂપિયા 1.30 કરોડ થઈ ગઈ મહેસાણા આરટીઓ કચેરીની વાહનચાલકો સામે કડક કાર્યવાહીના કારણે આરટીઓ કચેરીમાં દંડની આવક બમણી નોંધાઈ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0