— કડી નર્મદા કેનાલ માંથી મળેલ અવશેષ કડીની ખાનગી શાળામાંથી ગુમ થયેલ વિદ્યાર્થીના હોવાની આશંકા :
ગરવી તાકાત મહેસાણા : કડી શહેર ને અડીને પસાર થયી રહેલ નર્મદા કેનાલમાં પીયજ ગામ નજીક પાણીમાં મૃત શરીર ના અવશેષ મળી આવ્યા હતા.કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ની હદ નો વિસ્તાર આવતો હોવાથી કલોલ તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
કલોલ તાલુકાના પીયાજ ગામ નજીક નર્મદા કેનાલ માં કોઈ નો મૃત અવશેષ પાણીમાં તરતો હોવાની માહિતીને પગલે કડી પોલીસ પહોંચી ગયી હતી પરંતુ અવશેષ કલોલ તાલુકા પોલીસ ની હદમાં આવતો હોવાથી કડી પોલીસે કલોલ પોલીસ ને જાણ કરતા કલોલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયી હતી.મૃતક ના અવશેષ ને સ્થાનિક તરવૈયાની મદદથી બહાર કઢાવી હતા.ઘણા દિવસ પહેલા મૃત્યુ થયું હોવાથી પોલીસને મૃતકે શરીરે પહેરેલ શાળાનો ગણવેશ અને માથાની ખોપરી સહિત હાડપિંજર સહિતના અસ્થી અને બુટ મળી આવ્યા હતા.શાળાનો ડ્રેસ જોતા કડી ની ખાનગી શાળામાંથી થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીને શિક્ષક ધમકાવતા વિદ્યાર્થી ગુમ થયો હતો તે વિદ્યાર્થી હોવાની લોકો આશંકા સેવી રહ્યા છે.
કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ.રાવલ ના જણાવ્યા મુજબ પિયજ ગામ નજીક નર્મદા કેનાલમાં અજાયા મૃતદેહ ના અવશેષ તરતાં હોવાની માહિતી ને પગલે તેઓએ સ્થાનિક તરવૈયાની મદદ થી મૃતડેહ ના અવશેષ બહાર કાઢતા વિદ્યાર્થી હોવાની શંકા જતા મૃતકના અવશેષ ને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ અગાઉ કડી માં ગુમ થયેલ વિદ્યાર્થીના માતા પિતા ના લોહીના નમુના લઇ ડી.એન.એ.ટેસ્ટ કરાવી ઓળખ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે
તસવિર અને આહેવાલ : જૈમિન સથવારા – કડી