ગરવી તાકાત મહેસાણા : 79માં સ્વતંત્રતા દિનની જિલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન મહેસાણા જિલ્લાના જોટાણામાં આવેલી રામ સર્વ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું આ વર્ષે આઝાદીના પર્વની ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને થશે, જ્યાં તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમ માટે જોરદાર તૈયારીઓ હાથ ધરવામાં આવી. જિલ્લા કક્ષાની ઉજવણીની આખરી તૈયારીઓના ભાગરૂપે,
જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં કાર્યક્રમનું રિહર્સલ યોજાયું આ રિહર્સલમાં જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ, નિવાસી અધિક કલેક્ટર જે. કે. જેગોડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા. પરેડ, ધ્વજવંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું જોટાણા અને જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો ગરબા અને.
અન્ય સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને રિહર્સલને જીવંત બનાવ્યું. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જોટાણાના આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પને સફળ બનાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી. સમગ્ર જિલ્લા કક્ષાની ઉજવણીને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.



