કડી તાલુકાના વડાવી ગામે છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપીના રેગ્યુલર જામીન નામંજુર 

શેર કરવા અહીં ક્લિક કરો.

સરકારી વકીલ પરેશ કે. દવેની ધારદાર રજૂઆતને પગલે હત્યાના આરોપીના જામીન અંરજી કોર્ટે રદ કરી 

3-10-2022ના રોજ કડી તાલુકાના વડાવી ગામે છરીના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી 

ગરવી તાકાત, મહેસાણા તા. 15 – ગત તા. 3-10-2022ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં ફરિયાદી પોપટજી નવઘણજી ઠાકોર રહે. ગામ વડાવી તા. કડીવાળો પોતાના ઘરેથી બસ સ્ટેન્ડ ચાલતા જતા હતા તે દરમિયાન ઠાકોરવાસ લાલભાના વાસમાં જવાના આરસીસી રોડના નાકા પર ફરિયાદી પોપટજીના મોટા બાપા લક્ષ્મણજીના દિકરા રમેશજી લક્ષ્મણજી ઠાકોરનો દિકરો રાહુલને આરોપી જયંતિજી ફુલાજીની દિકરી સાથે પ્રેમસંબંધ હોય તેની અદાવત રાખી આરોપીઓ ઠાકોર લક્ષ્મણજી ફુલાજી, ઠાકોર જયંતિજી ફુલાજી તથા ઠાકોર કિશનજી પોપટજી તમામ રહે. વડાવી તા. કડીવાળો ત્રણેય ઉશ્કેરાઇ જઇ રાહુલના પિતા રમેશજીને ગદડા પાટુનો માર મારવા લાગ્યા હતા.

court logo - FOREFRONT NG

આ દરમિયાન ત્રણેય આરોપીઓ પૈકી ઠાકોર લક્ષ્મણજી ફુલાજી પોતાની કમરમાં રહેલી છરી કાઢી રમેશજીને છાતીના ભાગે છરીના ઘા ઝીંકતાં રમેશજી લોહી લુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા. જ્યારે આરોપીઓ હુમલો કરી ભાગી ગયા હતા. ત્યારબાદ તુરંત ઠાકોર રમેશજીને ઇકા કારમાં સારવાર માટે ખસેડ્યાં હતા જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કરતાં ફરિયાદી પોપટજી નવઘણજીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં બાવલુ પોલીસે આઇપીસીની કલમ 302, 323.,504, 34 તથા જીપીએક્ટની કલમ મુજબ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરતાં કોર્ટે જેલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો.

ત્યારે આજ રોજ તા. 15-6-2024ના રોજ ત્રણેય આરોપી પૈકી ઠાકોર લક્ષ્મણજી ફુલાજીએ એડીશનલ સેશન્સ જજ મહેસાણાની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકી હતી. જે રેગ્યુલર જામીન અરજી વિરુદ્ધ સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની ધારદાર રજૂઆતને પગલે આરોપીના રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજુર કર્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit exceeded. Please complete the captcha once again.

You cannot copy content from this website.