ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠામાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ સ્થળેથી બેનરો, પોસ્ટરો અને દીવાલ ઉપરનું લખાણ દૂર કરવામાં આવ્યું જેમાં કુલ 485 પોસ્ટર અને બેનરો હટાવાયા હિંમતનગર પાલિકામાં 119 દીવાલ પરના લખાણ, 10 પોસ્ટર તથા 2 બેનર, વડાલી પાલિકામાં 29 દીવાલ પરના લખાણ.

તથા 5 પોસ્ટર, પ્રાંતિજ પાલિકા 5 પોસ્ટર અને 2 બેનર તથા ઇડર પાલિકામાં 7 પોસ્ટર અને 6 બેનર દૂર કરાયા હિંમતનગર તાલુકા પંચાયતમાં 15 પોસ્ટર, 8 બેનર, ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં 6 દીવાલ પરના લખાણ,7 પોસ્ટર અને 5 બેનર, પ્રાંતિજ તાલુકા પંચાયતમાં 15 પોસ્ટર, 16 બેનર તથા 9 અન્ય દૂર કરાયા.

વિજયનગર તાલુકા પંચાયતમાં 4 દીવાલ પરના લખાણ, 6 અન્ય, વડાલી તાલુકા પંચાયતમાં 26 દીવાલ પરના લખાણ, 5 પોસ્ટર અને 6 બેનર, ઈડર તાલુકા પંચાયતમાં 27 પોસ્ટર, 11 બેનર અને અન્ય, તલોદ તાલુકા પંચાયતમાં 16 પોસ્ટર અને પોશીના તાલુકા પંચાયત 22 દીવાલ પરના લખાણ, 4 પોસ્ટર, 2 બેનર અને 16 અન્ય દૂર કરાયા.


