ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં અમદાવાદની 100મી બટાલિયન RAFની બે ટીમોને પરિચય કવાયત માટે મોકલવામાં આવી ફ્લેગમાર્ચ દરમિયાન ટીમોનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરવી ભૂતકાળમાં થયેલા રમખાણો અને અન્ય પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવી આ કવાયતથી સ્થાનિક પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ મજબૂત સહાય મળશે.
![]()
આ કવાયતનું નેતૃત્વ સહાયક કમાન્ડન્ટ કૃષ્ણા કુમારી દ્વારા કરવામાં આવી રહ્યું જયારે કમાન્ડન્ટ રતુલ દાસ માર્ગદર્શન આપી રહ્યા. ફ્લેગમાર્ચ દરમિયાન ટીમોનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાની સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરવી જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાથે પરિચય કરવો વરિષ્ઠ નાગરિકો.
![]()
સામાજિક કાર્યકરો અને મહાનુભાવો સાથે વાતચીત કરવી. ભૂતકાળમાં થયેલા રમખાણો અને અન્ય પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.સોમવારે શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈ બી.ડી. ગોહિલ અને પુર્વ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એમ.પટણી સાથે બેઠક યોજી અને સામાજિક સમરસતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.


