લખીમપુર હત્યાકાંડ પર રાકેશ ટીકૈતનુ નિેવેદન – હજુ સુધી ધરપકડ નથી થઈ, સરકાર પાસે હવે 7 દિવસનો સમય છે, વાયદો નિભાવે !

શેર કરવા અહીં ક્લિક કરો.

લખીમપુર ખીરીમાં હિંસાના મામલાને લઈને રાજકારણ ગરમાયું છે. આ કેસમાં ભલે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રીના પુત્ર સામે એફઆઈઆર નોંધવામાં આવી હોય, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. જે અંગે ખેડૂત નેતા રાકેશ ટીકાઈતે હવે ચેતવણી આપી છે. ટીકેતે કહ્યું છે કે સરકાર પાસે કાર્યવાહી કરવા માટે 7-8 દિવસ છે.

આ પણ વાંચો – હરીયાણાના CM ખટ્ટરને એક અઠવાડીયામાં હટાવી દેવામા આવશે : ભાજપ નેતા વીરેન્દ્ર સિંહ

ટીકૈતે માત્ર સરકારને જ ચેતવણી આપી નથી હતી, પણ આ મામલે જુદા જુદા નિવેદનો આપનારા નેતાઓને પણ ચેતવ્યા હતા. ઍમણે કહ્યુ કે, “જે લોકોએ ખેડૂતોને કચડી નાખ્યા તેઓ નેતા ના હોઈ શકે, તે ખુંખાર લોકો છે. FIR દાખલ થઈ છે પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ નથી થઈ.  સરકાર પાસે 7-8 દિવસનો સમય છે. જે મંત્રી દિલ્લીમાં બેસી સ્ટેટમેન્ટ આપી રહ્યા છે તે પોતાની વાણી ઉપર કંટ્રોલ કરે. આરોપીની ધરપકડ બાદ નિવેદન આપે.

આ પણ વાંચો – ખેડુતોને ગાડી નીચે કચડી હત્યા કરનાર કેન્દ્રીય મંત્રીના પુત્રને જાહેરમાં ફાંસીએ લટકાવો – યંગ બ્રિગેડ સેવાદળની માંગ

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ઘટના બાદ જ્યારે ખેડૂતો રોષે ભરાયા હતા અને મૃતકોના અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કર્યો હતો ત્યારે રાકેશ ટીકૈતે વહીવટીતંત્ર સાથે વાત કર્યા બાદ ખેડૂતોને સમજાવ્યા હતા અને મામલો શાંત થયો હતો. આ વાતચીત દરમિયાન, નક્કી કરવામાં આવ્યું કે ખેડૂતોની જે પણ માંગણીઓ છે, તેમના પર આગામી 10 દિવસમાં કાર્યવાહી થવી જોઈએ. એટલે જ રાકેશ ટિકૈત સરકારને યાદ કરાવી રહ્યા છે કે હવે તેમની પાસે 7 દિવસ બાકી છે.  રાકેશ ટીકૈતે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીને પદ પરથી હટાવી તેમની અને તેમના પુત્રની ધરપકડની માંગ કરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.