ખેડુતોને ગાડી નીચે કચડી હત્યા કરનાર કેન્દ્રીય મંત્રીના પુત્રને જાહેરમાં ફાંસીએ લટકાવો – યંગ બ્રિગેડ સેવાદળની માંગ

શેર કરવા અહીં ક્લિક કરો.

દેશભરના ખેડુતો છેલ્લા 10 મહિનાથી ત્રણ વિવાદીત કૃષી કાનુન ઉર્ફે કોર્પોરેટ કાનુનના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. જેમાં ગતરોજ ઉત્તરપ્રદેશના લીખીમપુરમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મીશ્રાના પુત્રએ શાંતીપુર્વક આંદોલન કરી રહેલા ખેડુતો પર ગાડી ચડાવી દીધી હતી. જેમાં ખેડુતોના મોત નીપજ્યા હતા. આ બાબતે સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે કેન્દ્રીય મંત્રી, અને તેમના પુત્ર વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  ખેડુતોની નૃશંસ હત્યા કરનાર કેન્દ્રીય મંત્રી અજય મીશ્રાના પુત્ર આશીષ મીશ્રાને કડકમાં કડમ સજા મળે તેવી માંગ ઉઠી છે. આ શ્રેણીમાં ગુજરાતના યંગ બ્રિગેડ સેવાદળ નામાના સંગઠને કેન્દ્રીય મંત્રીના પુત્રને જાહેરમાં ફાંસીની માંગ કરી છે.

યંગ બ્રિગેડ સેવાદળે રાષ્ટ્રપતિને પત્ર લખી માંગ કરી છે કે,  ભારતની આત્મા ખેડૂતોને ગાડી નીચે કચડી નરસંહાર કરનાર કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરાને જાહેરમાં ફાંસીએ લટકાવી એક દાખલો બેસાડવામાં આવે. તેમને વધુમાં જણાવ્યુ હતુ કે, ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી મુકામે દેશના બંધારણે આપેલા અધિકાર મુજબ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગોને લઈને ધરણાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાના નપાવટ, નર પિચાસી દીકરાએ કાર ચડાવી દઈ ખેડૂતોને ખચડી નર સંહાર કર્યો છે આ કૃત્ય જલિયાવાલા બાગ ની ઘટના ફરી દેશમાં બની હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો – પ્રદર્શનકારી ખેડુતોને મારવાની અપીલ કરતા હરીયાણાના CM મનોહરલાલ ખટ્ટર – વિડિયો વાયરલ !

પત્રમાં સંગઠને ઉલ્લેખ કરતા જણાવ્યુ છે કે, જનતા જાણવા માંગે છે કે સંવિધાનીક પદ પર ને એમાંય કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના પદ પર બેસી અજય મિશ્રા જાહેર નિવેદન કરે કે “”સુધર જાઓ વરના 2 મિનિટ મેં સુધાર દેગે”” આ નિવેદન કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાએ કોને ઉદ્દેશીને કર્યું હતું ? દેશમાં વધી રહેલા ભાજપ પ્રેરિત ગુંડાઓને ઉદેશી ને કર્યું હતું ? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ઉદ્દેશીને કર્યું હતું ? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને ઉદેશીને કર્યું હતું ? એમના નપાવટ દીકરાને ઉદ્દેશીને કર્યું હતું ?કે કેન્દ્ર સરકારે પાસ કરેલા ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદાઓ પરત ખેંચવા અને MSP ને કાયદો બનાવવાની માંગ સાથે આંદોલન કરી રહેલા દેશની રૂહ આત્મા ખેડૂતોને ઉદ્દેશીને કર્યું હતું ? બાપ કહે સુધાર જાઓ વરના સુધાર દેગે અને નીર પિચાસી નપાવટ દીકરો ઠંડા કલેજે ખેડૂતો પર ગાડી ચડાવી 8 ખેડૂતોની હત્યા કરી નાખે અને તંત્ર મુક પ્રેક્ષક બનીને બેસી રહે આ તો ભાજપ સરકારમાં જ શક્ય છે.

ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે,

1) લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવનાર ખેડૂતોના હત્યારાને જાહેરમાં ફાંસીએ ચડાવી એક દાખલો બેસાડવામાં આવે જેથી ભવિષ્યમાં દેશની આત્મા-લોકતંત્ર પર કોઈ પ્રહાર કરવાની હિંમત ન કરે
2) લખીમપુર ખીરીમાં પોતાના દીકરાના માધ્યમથી નર સંહાર કરાવનાર કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાને તાત્કાલિક મંત્રી પદેથી બરખાસ્ત કરવામાં આવે
3)સુપ્રિમકોર્ટના સીટીંગ જજની કમિટી દ્વારા આ જઘન્ય કૃત્ય કરનાર સામે તપાસ કરવામાં આવે, કોના આદેશથી આ કૃત્ય કરવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવે અને જે દોષીતો છે તેમને જાહેરમાં ફાંસીએ લટકાવવામાં આવે
4) આ હત્યાકાંડમાં શાહિદ થયેલા ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે સાથે સાથે તેમના પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને સરકારી નોકરી આપવામા આવે
5) જાહેરમાં “”આંદોલનકારી ખેડૂતોને લાકડીએ થી મારો, જેલ જાઓ, નેતા બની બહાર આવો”” આવું નિવેદન કરનાર મનોહરલાલ ખટ્ટર હરિયાણાના મુખ્યમંત્રી પદેથી તાત્કાલિક રાજીનામું આપે

ગુજરાત કિસાન કોંગ્રેસની ઉપરોક્ત ચારેય માંગો ઉપર નક્કર કાર્યવાહી કરવામાં આવે અન્યથા અમારે દેશની આત્મા પર થયેલા હીંચકારા હુમલા સામે લોકતંત્રને બચાવવા બંધારણીય રાહે અમારી ખેડૂતોની માંગો સાથે અમે લડતના મંડાણ કરીશું તેમ સંગઠન દ્વારા પત્રમાં જણાવાયુ હતુ.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.