હરીયાણાના CM ખટ્ટરને એક અઠવાડીયામાં હટાવી દેવામા આવશે : ભાજપ નેતા વીરેન્દ્ર સિંહ

શેર કરવા અહીં ક્લિક કરો.

ભાજપના નવનિયુક્ત વિધાન પરિષદ સદસ્ય અને કિસાન નેતા વીરેન્દ્વ સિંહ ગુર્જરે કહ્યું કે, મને લાગે છે કે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરને એક સપ્તાહમાં હટાવી દેવામાં આવશે .

ખેડૂતોના આંદોલનને લઈને શાસક પક્ષના નેતાઓથી લઈને વિપક્ષી દળોના નેતાઓ સુધી જુદા-જુદા મંતવ્યો બહાર આવી રહ્યાં છે. જ્યાં શાસક પક્ષના એક અને મોટા ભાગના નેકાઓ ખેડૂતોના આ આંદોલનને ગેરકાયદે અને અનૈતિક ગણાવી રહ્યાં છે. જ્યારે વિરાધ પક્ષો આ આંદોલનનો ખુલ્લેઆમ વિરોધ કરે છે. પરંતુ મુઝફફરનગરમાં ભાજપના નવનિયુક્ત વિધાન પરિષદના સભ્ય અને ખેડૂત નેતા વિરેન્દ્વ સિંહ ગુર્જરે હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરને લઈને મોટું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો – પ્રદર્શનકારી ખેડુતોને મારવાની અપીલ કરતા હરીયાણાના CM મનોહરલાલ ખટ્ટર – વિડિયો વાયરલ !

ભાજપના નવનિયુક્ત વિધાન પરિષદના સભ્ય અને ખેડૂત નેતા વિરેન્દ્વ સિંહ ગુર્જરે કહ્યું કે મને લાગે છે કે, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરને એક સપ્તાહમાં હટાવી દેવામાં આવશે . હકીકતમાં મુઝફ્ફરનગર જિલ્લાના ખતૌલીમાં આદે ભાજપના નવ નિયુક્ત વિધાન પરિષદના સભ્ય વિરેન્દ્વસિંહ ગુર્જરનો સ્વાગત કાર્યક્રમ હતો.

એમએલસી બન્યા બાદ વિરેન્દ્વ સિંહ નોઈડાથી ખટૌલી થઈને તેમના ગામ જસાલા જઈ રહ્યાં હતાં. જ્યાંર ખટૌલીમાં તેમના સમર્થકોએ તેમને ફૂલમાળા અને ઢોલ-નગરા સાથે જાેરદાર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેઓએ મિડીયા સાથે વાતચીત કરતાં વિરેન્દ્વસિંહે કહ્યું કે લખીમપુર ખીરીની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે પોલીસ આ કેસમાં પોતાનું કામ કરી રહી છે, જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો – ખેડુતોને ગાડી નીચે કચડી હત્યા કરનાર કેન્દ્રીય મંત્રીના પુત્રને જાહેરમાં ફાંસીએ લટકાવો – યંગ બ્રિગેડ સેવાદળની માંગ

યુપીના સીએમ યોગી આદિત્યનાથ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરશે, ભલેને તેઓ સત્તામાં હોય જ્યારે મિડીયાએ તેમને હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર દ્વારા ખેડૂતો અંગે આપેલા નિવેદન પર સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું આ લોકશાહી છે. અહીં તમામનો ઈલાજ ખેડૂત કરે છે. આ તેમનું અંગત નિવેદન છે. આમા હું શું કહી શકું પણ મને લાગે છે કે હરિયાણાના સીએમ એક સપ્તાહમાં બદલાઈ જશે
સીએમ મનોહર લાલ ખટ્ટર ચંદીગઢમાં એક ખેડૂતોના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કહ્યું હતું કે, તેમના સંબંધિત વિસ્તારના એક હજાર લોકોએ લાકડીઓ લઈને બાહાર આવવું જાેઈએ અને આંદોલન કરી રહેલા ખેડૂતોનો ઈલાજ કરવો જાેઈએ.સીએમ ખટ્ટર અહીં થી જ ન અટક્યાં તેમણે વધુમાં કહ્યું કે, ગુસ્સે થયેલા ખેડૂતોને જવાબ આપો,જાે તમે બે થી ચાર મહિનામાં જેલમાં રહો તો તમે મોટા નેતા બની જશો સાથે તેમણે એમ પણ કહ્યું કે, જામીનની ચિંતા ન કરો.

(એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.