રાધનપુર વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટ માંથી ચોરાયેલા કેબલ સાથે રાધનપુર પોલીસે ચાર શખ્સોને પકડી પાડ્યા…

November 10, 2025

ગરવી તાકાત પાટણ : રાધનપુર વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટ માંથી ચોરાયેલા કેબલ સાથે રાધનપુર પોલીસે ચાર શખ્સોને પકડી પાડ્યા તેમની પાસેથી રૂ.35,000નો કેબલનો જથ્થો જપ્ત કર્યો આરોપીઓએ સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરી રાધનપુરમાં ભંગારના વાડામાં આપી દીધો રાધનપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.

શાળાના આચાર્ય પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર શખ્સો સામે પોલીસ  ફરિયાદ… – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News,  Politics News etc.

તે વખતે પોલીસને બાતમી મળી કે કેટલાક શખ્સો સોલાર પ્લાન્ટ માંથી કેબલ વાયરની ચોરી કરી રાધનપુર બજાજ શોરૂમની બાજુમાં આવેલા રામદેવ સ્ક્રેપ નામના ભંગારના વાડામાં ચોરી કરેલો કેબલ વેચ્યો જેને પગલે પોલીસે તે ભંગારના વાડામાં તપાસ કરતા ભરત જેઠાભાઈ મકવાણા નામનો શખ્સ મળી આવ્યો.

જેની પોલીસે પૂછપરછ કરતા કેબલ નો જથ્થો ભાડીયાના વિપુલ વિનોદભાઈ ઠાકોર શ્રવણ વીરચંદભાઈ ઠાકોર પરેશ અમરતભાઈ ઠાકોર આપી ગયા હોવાનું જણાવતા પોલીસે તે ત્રણેય શખ્સો સાથે રાધનપુરના ભરત જેઠાભાઇ મકવાણાની અટકાયત કરી અને રાધનપુર પોલીસ મથકે ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0